Ahmedabad News/ અમદાવાદમાં 2028 સુધી નવા 12 ફ્લાયઓવર, પુલ થશે તૈયાર, ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

2028 સુધીમાં, અમદાવાદ શહેરમાં કુલ 12 નવા પુલ બનશે, જેમાં એક રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આમાં ચીમનભાઈ પટેલ બ્રિજનું પહોળુંકરણ અને પંચવટી જંકશન ખાતેનો ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદ

Ahmedabad News:અમદાવાદ વાસીઓને હવે ટ્રાફિક માંથી થોડી રાહત મળશે કારણકે આગામી એક વર્ષમાં આઠ નવા ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ જશે.અમદાવાદના સતાધાર ચોક ખાતેનો ફ્લાયઓવર ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે અને ઐતિહાસિક એલિસ બ્રિજ પર મજબૂતીકરણનું કામ 26 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.આપને જણાવી દઈએ વાડજ જંકશન ખાતેનો ફ્લાયઓવર (Flyover) એપ્રિલ સુધીમાં અને નરોડા પાટિયા રેલવે ઓવરબ્રિજ 26 ડિસેમ્બર સુધીમાં કાર્યરત કરવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. 2028 સુધીમાં, અમદાવાદ શહેરમાં કુલ 12 નવા પુલ બનશે, જેમાં એક રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આમાં ચીમનભાઈ પટેલ બ્રિજનું વાઈડનીંગ અને પંચવટી જંકશન ખાતેનો ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં  પુલોના નિર્માણ પર ₹1400 કરોડથી વધુ ખર્ચ કરાશે 

નદી પરના પુલો ઉપરાંત, શહેરમાં કુલ 82 થી વધુ પુલ છે, જેમાં રેલ્વે ઓવરબ્રિજ, અંડરપાસ અને ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. હેબતપુરથી સાયન્સ સિટી સુધીનો રસ્તો 2026 માં પૂર્ણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશને વાડજ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ તેમજ સતાધાર ક્રોસ રોડ પર ફ્લાયઓવર બ્રિજ 26 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. તમામ બાર પુલોનું કામ 2026 થી 2028 ની વચ્ચે પૂર્ણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ પુલોના નિર્માણ પર ₹1400 કરોડથી વધુ ખર્ચ કરશે.

ચીમનભાઈ પટેલ બ્રિજની સમાંતર, RTO સર્કલથી સાબરમતી, ચાંદખેડા અને સુભાષ બ્રિજ તરફ અને લો ગાર્ડનથી પંચવટી જંકશન થઈને આંબાવાડી જંકશન અને સી.એન. વિદ્યાલય સુધીના રસ્તા પર ₹379.36 કરોડના ખર્ચે એક નવો પુલ બનાવવામાં આવશે. આ પુલ 24 માર્ચ, 2028 સુધીમાં પૂર્ણ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદનો SG હાઈવે: ફ્લાયઓવરનું ભવિષ્ય અને આજની ટ્રાફિકની તકલીફ

આ પણ વાંચો:ટ્રાફિકની સમસ્યા ઘટશે: AMC દ્વારા 5 નવા બ્રિજ અને 7 ફ્લાયઓવરનું આયોજન

આ પણ વાંચો:હાટકેશ્વર ફ્લાયઓવર બન્યો ભ્રષ્ટાચારનો પુલ, 50 વર્ષનો હતો દાવો, 5 વર્ષમાં તોડી પાડવાની નોબત