National News/ રાહુલ ગાંધીએ લોકસભામાં હવા પ્રદૂષણનો સામનો કરવાનો આગામી વર્ષોનો રોડમેપ પૂછ્યો

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોટાભાગના શહેરો ઝેરી હવાની ચાદરમાં લપેટાયેલા છે. લાખો બાળકો ફેફસાની બીમારીથી પીડિત છે. તેમનું ભવિષ્ય ખરાબ આરોગ્યના કારણે બગડી રહ્યું છે.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની સાથે તેમણે આ પડકારનો સામનો કરવા માટે સરકારની કેવી તૈયારી છે અને તેની પાસે આગામી પાંચ વર્ષોનો રોડમેપ શું છે તે સવાલ પણ પૂછ્યો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોટાભાગના શહેરો ઝેરી હવાની ચાદરમાં લપેટાયેલા છે. લાખો બાળકો ફેફસાની બીમારીથી પીડિત છે. તેમનું ભવિષ્ય ખરાબ આરોગ્યના કારણે બગડી રહ્યું છે. લોકોને કેન્સર થઈ રહ્યું છે. શહેરમાં રહેતાં વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે આ મુદ્દા પર મને વિશ્વાસ છે કે સરકાર અને અમારા વચ્ચે સંપૂર્ણ સંમતિ હશે. તેમણે જણાવ્યું હતું કે ગૃહમાં બેઠેલો દરેક સભ્ય વાયુ પ્રદૂષણને લઈને સંમત હશે અને આ મુદ્દે કેન્દ્રને વિપક્ષ પણ સહયોગ આપવામાં પાછળ નહીં પડે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હશે કે સારું હશે કે ચર્ચાને આપણે એવી રીતે આગળ વધારીએ કે અમે તેમ નહીં કહીએ કે તમે શું ન કર્યુ અને તમે એમ નહીં કહો કે અમે શું નહીં કર્યુ. તેના બદલે આપણે સીધુ એ વાત પર ધ્યાન આપીશું કે આપણે ભારતની પ્રજાના ભવિષ્ય માટે શું કરી રહ્યા છીએ. આપણે કયા પગલાં ઉઠાવવાના હશે. તેથી મારું માનવું છે કે તે જોવું રસપ્રદ રહેશે કે શું આપણે એકબીજા પર દોષારોપણ કરવાના બદલે એક આ મુદ્દા પર જેના પર અમે સંમત છીએ કે અહીં કોઈ અસંમતિ નથી.

લોકસભાની બહાર પ્રસારમાધ્યમો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં દિલ્હી અને બીજા મોટા શહેરોમાં પ્રદૂષણ મોટી સમસ્યા છે. આ એક એવો વિષય છે જેના પર દરેક રાજકીય પક્ષ સંમત થઈ શકે છે. આપણા ભવિષ્યને ફટકો પડી રહ્યો છે. આપણા બાળકોને નુકસાન થઈ રહ્યું છે, લોકોને કેન્સર થઈ રહ્યુ છે, બીમારીઓ થઈ રહી છે. મેં ગૃહમાં સૂચન કર્યુ છે કે આપણા સંસદમાં પ્રદૂષણ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને બીજી રીતે ચર્ચા કરવી જોઈએ. આપણે આ તકલીફનો હલ કેવો હોવો જોઈએ તેના પર ચર્ચા કરવી જોઈએ. આ ઉપરાંત નિષ્ણાતોનું મંતવ્ય પણ લેવામાં આવશે અને અમે દેશને બતાવીશું કે પ્રદૂષણ જેવા મુદ્દે રાજકીય પક્ષો પણ એકમત થઈ કામ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હી-NCRમાં પ્રદૂષણ ચરમસીમાએ, અનેક વિસ્તારોમાં AQI 435ની ઉપર નોંધાયો

આ પણ વાંચો: National News/દિલ્હીમાં પ્રદૂષણ,ઠંડીનો ડબલ અટેક , તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: અમદાવાદની હવામાં ભળ્યું પ્રદૂષણ, AQI પહોચ્યો 200ને પાર