Breaking News/ વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા કલેક્ટર કચેરીને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.

Top Stories Gujarat Vadodara Breaking News
બ્લાસ્ટ

Breaking News:વડોદરા કલેક્ટર ઓફિસને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.અકોટા પોલીસ, SOG, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. કલેક્ટર ઓફિસ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઈમેલ મોકલનારની ઓળખ માટે તપાસ ચાલુ છે.વડોદરા કલેક્ટર કચેરીને ઈ-મેલ મારફતે ગંભીર ધમકી મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘બપોરે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી (Bomb) ઉડાવી દઈશું.’ આ ધમકીને પગલે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે અને કલેક્ટર કચેરીમાં વ્યાપક તપાસ હાથ ધરી છે.ધમકીભર્યો આ ઈ-મેલ મળતાં જ વડોદરા પોલીસની (Vadodara Police) અકોટા પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.કલેક્ટર કચેરીના આખા પરિસરમાં ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કચેરીમાંથી કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા કલેક્ટર ઓફિસને બોમ્બ ધમકી

આવી  ધમકી અગાઉ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) સ્કૂલોને મળેલી ધમકીઓ સાથે મળતી આવે છે. માત્ર એક દિવસ પહેલાં, 17 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર અને કલોલની અનેક સ્કૂલોને પણ બોમ્બ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. તેમાં ઝેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, અગ્રસેન સ્કૂલ અને ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 26 જેટલી સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હતી.આ સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ ધડાકા કરવાની ધમકી આપવામાં આવી હતી.

આ ધમકીઓ મળતાં જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ સ્કૂલોમાં વ્યાપક તલાશી લીધી હતી. તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહોતી, પરંતુ સુરક્ષાના કારણે અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.આજની વડોદરા કલેક્ટર કચેરીની ધમકીમાં પણ સમયનો ઉલ્લેખ ‘1 વાગ્યા’ તરીકે કરવામાં આવ્યો છે, જે અગાઉની ધમકીઓ સાથે સમાનતા દર્શાવે છે. પોલીસને શંકા છે કે આ તમામ ધમકીઓ એક જ વ્યક્તિ અથવા ગ્રુપ તરફથી આવી રહી છે. સાયબર ક્રાઈમ (Cyber crime) વિભાગ ઈ-મેલના આઈપી એડ્રેસ અને સ્ત્રોતની તપાસ કરી રહ્યું છે.વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું કે, “આ ધમકીને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. કચેરી પરિસરમાં તપાસ ચાલુ છે અને જનતાને અપીલ છે કે અફવાઓ ન ફેલાવે.” તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં આવી ધમકીઓનો સિલસિલો ચિંતાજનક છે અને તેની પાછળના ષડયંત્રને ઉજાગર કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર રેની જોશિલ્ડાને 3 કેસમાં જામીન, અન્ય કેસમાં કાર્યવાહી બાકી હોવાથી જેલમાં રહેવું પડશે

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી,જાણો ફોન કરનારે શું કહ્યું