Not Set/ અમિત શાહ અને અરુણ જેટલી આજથી ગુજરાતના પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકીય તાપમાનમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના ચુંટણી ઇન્ચાર્જ અરુણ જેટલી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ ગુજરાતની વિભિન્ન વિધાનસભા […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકીય તાપમાનમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના ચુંટણી ઇન્ચાર્જ અરુણ જેટલી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન અમિત શાહ ગુજરાતની વિભિન્ન વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે તેમજ સંગઠનના આગેવાનો અને કાર્યકરો સાથે ચુંટણીની વ્યૂહરચના અંગે સંવાદ તેમજ માર્ગદર્શન આપશે. અમિત શાહની પાંચ દિવસીય સંગઠનાત્મક યાત્રાનો પ્રાંરભ કચ્છના ગાંધીધામથી થશે.

મહત્વનું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને કોંગ્રેસની નવસર્જન યાત્રાને આગળ ધપાવી હતી.