પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મૂઝવાલાના 20 વર્ષીય પ્રશંસકે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેણે બુધવારે સિદ્ધુ મુસેવાલાનો લાઈવ વીડિયો જોયો અને ત્યારથી તે ગુસ્સે થઈ ગયો. ત્યારબાદ તેણે ઝેરી પદાર્થ પીધો હતો. મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય જસવિંદર સિંહ તરીકે થઈ છે.
ગુરુવારે આ વાતનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે મૃતકના માતા-પિતાએ પોલીસને માહિતી આપી છે કે તેમનો દીકરો સિદ્ધુ મુસેવાલાનો મોટો ફેન હતો અને તેના ગીતો ખૂબ સાંભળતો હતો. પોતાના પ્રિય ગાયકની હત્યા બાદ તેને મોટો આંચકો લાગ્યો હતો અને તે દિવસથી તે સુનમુન રહેતો હતો.
બુધવારે સિદ્ધુ મુસેવાલાના ભોગનો લાઈવ વીડિયો જોઈને તે પરેશાન થઈ ગયો હતો અને તેણે લગભગ 12.30 વાગે ઝેરી પદાર્થ પી લીધો હતી. ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીંના ડોક્ટરોએ તેને જીએમસીએચ સેક્ટર-32 ચંદીગઢમાં રેફર કર્યો હતો. જયાં ગુરુવારે સવારે 9.30 વાગ્યે તેનું નિધન થયું હતું.
