દેશના નાની અને માસૂમ બાળકીઓ પર જઘન્ય અપરાધો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જો કે આ વચ્ચે એક ચોંકવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 20 વર્ષના યુવાને પડોશમાં ઘરની બહાર રમતી ચાર વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે શનિવારે આરોપી યુવકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ વિશે માહિતી આપી હતી.
રેવતીના સ્ટેશન ઇન્ચાર્જ યાદવીન્દ્ર પાંડેએ શનિવારે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ભીમ સાહની (20) એ શુક્રવારે સવારે 10:30 વાગ્યે પડોશમાં ઘરની બહાર રમતી એક ચાર વર્ષની બાળકીને બે રૂપિયા આપવાની લાલચે આપી પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેને તેની સાથે બળાત્કાર દુજર્હ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, બાળકીની માતાની ફરિયાદ પર રેમતી પોલીસ સ્ટેશનમાં ભીમ સાહની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, બાળકીને આજે તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને પોલીસે આરોપી ભીમ સાહનીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.
