આજે દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક યોજવામાં આવી હતી . જેમાં બેઠકમાં સસ્તા કપડા પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પરનો નિર્ણય યથાવત રાખવામા આવ્યો છે જેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. એટ્લે કે હવે નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય.
FM Smt. @nsitharaman chairs the 46th meeting of the GST Council in New Delhi. The meeting is being attended by Finance Ministers of States & UTs and Secretary, Revenue; Chairman, CBIC; officials of the @GST_Council besides Senior officials from Union Government & States. pic.twitter.com/mMpMMYPxdd
— Ministry of Finance (@FinMinIndia) December 31, 2021
હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમ સિંહનું કહેવું છે કે કાપડ પર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. GST કાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરી 2022માં યોજાશે.બેઠકમાં તમિલનાડુના નાણાપ્રધાને કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે. કાપડ ઉદ્યોગ હજુ પણ સંકટમાંથી બહાર આવ્યો નથી. આપનેજણાવી દઈએ કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરી રહ્યા છે. તેમજ રાજ્યોના નાણામંત્રીઓ પણ તેમાં ભાગ લે છે.
મત્વનુ છે કે ગુજરાતમાં અમુક શ્હેરોમાં કાપડના વેપારીઓ દવારા વિરોધ પણ 2 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. જેનાથી લઈને આજે આ બેઠક માં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે . વેપારીઓને મોટી રાહત મળશે.
આ પણ વાંચો:Happy New Year’s Eve / ગૂગલે ખાસ રીતે એનિમેટેડ ડૂડલ બનાવીને વર્ષ 2021ને કહ્યું અલવિદા
GST કાઉન્સિલની 46મી બેઠકમાં ભાગ લેનારા ઘણા રાજ્યોના નાણા મંત્રીઓ સપ્ટેમ્બરમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વિરુદ્ધ છે. આ બેઠકમાં 1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પરના જીએસટી દરમાં વધારો કરીને ડ્યુટી સ્ટ્રક્ચર સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટ / 100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો……
