આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બુમરાહ અને જોસ બટલર વચ્ચે બોલાચાલી થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યો જોઇ લોર્ડ્સની બાલકનીએ ઉભેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ગુસ્સે ભરાયા હતા. આ સમગ્ર ઘટના સમયે એમ્પાયરને પણ વચ્ચે આવવું પડ્યુ હતુ. અને આ સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો – Cricket / શમીનો નવો રેકોર્ડ : ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના મહાન બેટ્સમેનો કરતાં લોર્ડ્સ પર વધુ વ્યક્તિગત સ્કોર
ઈંગ્લેન્ડનાં ક્રિકેટરો ભારત સામેની બીજી ટેસ્ટમાં પણ તેમની હરકતોનું પુનરાવર્તન કરી રહ્યા છે. ચોથા દિવસે વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પાંચમાં દિવસે જોસ બટલર અને જસપ્રીત બુમરાહ વચ્ચે ઝઘડો થયો હતો. લોર્ડ્સ ટેસ્ટનાં છેલ્લા દિવસે મેદાનમાં વાતાવરણ ખૂબ જ ગરમ દેખાતું હતું. જસપ્રીત બુમરાહને આઉટ કરવાનો પ્રયાસ કરતા ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ તેની સાથે સ્લેજિંગ કરવાનું ચૂક્યા નહી. જો કે, તેમ છતા, જસપ્રિત બુમરાહે જોસ બટલર અને માર્ક વુડને યોગ્ય જવાબ આપ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બુમરાહ અને શમી બેટિંગ કરી રહ્યા હતા. બંને નિર્ભયતાથી બેટિંગ કરી રહ્યા હતા. માર્ક વુડને પણ આ વાત ગમી નહોતી. રનઅપ માટે જતી વખતે તેણે બુમરાહ પર ટિપ્પણી કરી હતી.
Verbal battle between @Jaspritbumrah93 🇮🇳 & @josbuttler 🇬🇧 Umpire's have to intervene too 💥 #ENGvIND #TeamIndia #JaspritBumrah #Cricket #ICC pic.twitter.com/aDUvlyvFGi
— Nelaka Prashan (@nelaka63) August 16, 2021
બુમરાહે પણ માર્ક વુડની સાથે ચાલવાનું શરૂ કર્યું અને તે પણ તે જ રીતે જવાબ આપતો જોવા મળ્યો હતો. ઓવર બાદ બુમરાહે એમ્પાયર ઇલિંગવર્થને કંઇક કહ્યું અને ઇંગ્લિશ ખેલાડી તરફ ઇશારો કર્યો. એવું લાગતું હતું કે તે ઈંગ્લેન્ડનાં ખેલાડી વિશે ફરિયાદ કરી રહ્યો છે. જ્યારે ઇલિંગવર્થ વાતાવરણને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જોસ બટલરે જસપ્રિત બુમરાહને કંઈક કહ્યું. આ પછી બટલર અને બુમરાહ વચ્ચે દલીલો થઇ. શમી પણ ત્યાં ઉભો હતો. એમ્પાયર ઇલિંગવર્થે શમીને સૂચના આપી હતી કે બુમરાહને શાંત રહેવાનું કહે. તે સમયે જો રૂટ પણ ત્યાં હાજર હતો.

આ પણ વાંચો – IND vs ENG / લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા
ભારતે સોમવારે 6 વિકેટે 182 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત અને ઈશાંત શર્માએ રમવાનું શરૂ કર્યું અને તાબડતોડ શોર્ટ્સ ફટકાર્યા હતા. જોકે, પંત ટૂંક સમયમાં પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઈશાંત પણ આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ 9 મી વિકેટ માટે 89 રનની અણનમ ભાગીદારી કરી હતી. બુમરાહ અને શમીએ ભારતનો સ્કોર 8 વિકેટે 298 સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ જાહેર કરી હતી અને ઈંગ્લેન્ડને જીતવા માટે 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
