Surendranagar News : ધાંગધ્રામાં કાર્યપાલક ઈજનેરની ઓફિસના તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ એચ.દેવમુરારી સામે એન્ટી કર્પ્શન બ્યુરો(ACB) એ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ દેવમુરારીના 2012થી 2019 ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ ACB ના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી આ નાણાંનો ઉપયોગ મિલકતોમાં કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેમાં આરોપીએ આવક કરતા રૂ.36,39,624નું એટલેકે 65.33 ટકા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે આરોપી રાજેશ દેવમુરારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ