Not Set/ ગાંધીનગર/ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોએ કર્યા ધરણા પ્રદર્શન

સત્યાગ્રહણ છાવણી ખાતે કરાશે વિરોધ-પ્રદર્શન શિક્ષકોને વઘારાની કામગીરી સોંપાતા કરશે વિરોધ પડતર માંગણીઓ મુદ્દે પણ કરશે વિરોધ-પ્રદર્શન વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે   ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખરા અર્થમાં હવે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ ગયું છે.  છેલ્લા કેટલાય સમયથી સત્યાગ્રહ  છાવણી ખાતે જુદાજુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ત્યાં ધરણા કરીને બેઠા છે. LRD મામલે મહિલાઓ છેલ્લા […]

Uncategorized
  • સત્યાગ્રહણ છાવણી ખાતે કરાશે વિરોધ-પ્રદર્શન
  • શિક્ષકોને વઘારાની કામગીરી સોંપાતા કરશે વિરોધ
  • પડતર માંગણીઓ મુદ્દે પણ કરશે વિરોધ-પ્રદર્શન
  • વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે  

ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખરા અર્થમાં હવે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ ગયું છે.  છેલ્લા કેટલાય સમયથી સત્યાગ્રહ  છાવણી ખાતે જુદાજુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ત્યાં ધરણા કરીને બેઠા છે. LRD મામલે મહિલાઓ છેલ્લા ૪૨ દિવસથી અંદોલન કરી રહી છે.  તો હવે બીજી બાજુ ટેટ-ની પરીક્ષા પાસ ઉમેદવારો ભરતી નાં મળતા ધરણા કરવા આવશે. તો સાથે હવે સીખ્સકો પણ પોતાની પડતર માંગણી અને વધારાના કામના બોજ ને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજ્યા છે.

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન યોજ્કયું છે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શનમાં જોડાયા છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થયું છે.

અખિલ ભારતીય શિક્ષક સંઘ પણ આ ધરણામાં જોડાયું છે. અને જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત 4,200ના ગ્રેડ પે, સીસીસી, રજાઓ સહિતના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવામાં આવે. અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હવે તમામ શિક્ષકો ગાંધીનગર એકત્ર થઈને વિરોધ દર્શાવશે.

LRD  મહિલા ઉમેદવારોની માંગ

ગાંધીનગરમાં 42 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. લોકરક્ષક દળ ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદનો મામલે તુલ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માંગ છે. ઠરાવ ને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. આંદોલનની રણનીતિ નક્કી કરવા આજે બેઠક મળશે. બેઠકમાં ભાગ લેવા સામાજિક આગેવાનોને આમંત્રણ અપાયું છે.

ટેટ-1 અને ટેટ-2ના પાસ ઉમેદવારો ધરણા
સરકારે ખાતરી આપી છતાં ભરતી ન કરતા કરશે વિરોધ. ગાંધીનગરમાં આજે ટેટ-1 અને ટેટ-2ના પાસ ઉમેદવારો ધરણા કરશે. ભરતી ન કરતા હવે ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરશે. સરકારે ખાતરી આપી છતાં ભરતી ન કરતા દેખાવો કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.