@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે આવેલ એક મોટર રિવાઇ નિંગની દુકાનમાંથી આશરે સાડા પાંચ પહેલા તાંબાના વાયરના દોઢસો કિલો જેટલા વજનના બંડલો સહિતના સાધનોની ચોરીની ફરીયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ચાર શખસોની તસ્કર ટોળકીને પકડીને ગુનામાં ચોરાયેલો મુદામાલ જપ્ત કરવા સાથે ચારેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
સાયલાના અશોકભાઈ ધનજીભાઈ સોનાગરાની આયા બોર્ડ પાસે આવેલ દુકાનમાંથી ઓગસ્ટ મહિનામાં રાતના સમયે કોઇ અજાણ્યા ઈસમો દ્વારા તાંબાના વાયરના તેર બંડલો જેનું વજન આશરે એકસો ચોપન કિલો તેમજ ગ્રાઇન્ડર, કુલ તેમજ તાંબાના ભંગાર સહિત કુલ રૂપિયા બાણ હાર ચારસોની ચોરી થતા ફરીયાદ કરવામાં આવી હતી. આ બાબતે સાયલા પોલીસના એ. એસ.આઇ એ.બી.ગોંસાઈ, પૃથ્વીરાજસિંહ સહીતનાઓ દ્વારા તપાસ હાથ ધરી કોલ ડિટેઇલના આધારે રવી ઉર્ફે રવીડો ચૌહાણ રહે. ટુકી, સાગર ઉર્ફે સંજય કણઝરીયા રહે. સામતપર, બટુંક ઉધરેજીયા રહે, ખાખરાળી તા. થાન તેમજ સુરેશ ઝરમરીયાને ઝડપી પાડી આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓએ ગુનો કબુલી લીધો હતો. પોલીસે ચોરાયેલા તાંબાના વાયરોના બંડલો સહિતનો મુદ્દામાલ કબજે લઇ ચારેય આરોપીઓ ને જેલ હવાલે કર્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
