Ahmedabad News : શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23મી થી 29 જાન્યુઆરી સુધી ચાર દિવસ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત આ મેળામાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લઈ શકે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. GMDC મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએમડીસીના આયોજિત આધ્યાત્મિક કુંભનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે.જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23મી જાન્યુઆરીથી ચાર દિવસીય આ મેળાના સ્થાનને ‘અયોધ્યાપુરમ્’ નામ આપવામાં આવ્યું છે. 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં અમદાવાદમાં આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું હતું. 7 વર્ષ બાદ વધુ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો અંગે લોકોને જાગૃત કરાવવા સ્ટોલ લગાવવામાં આવશે. આ સાથે આ મેળામાં 225થી વધુ સંસ્થાઓ ભાગ લેશે.
11 એકરમાં ષટ્કોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરાયું છે. જેમાં સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞ શાળા, ફિલ્મ એક્ઝિબિશન, એક્ઝિબિશન એરિયાની સાથે વિશાળ પંડાલ પણ તૈયાર કરાશે. ચાર દિવસીય મેળામાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લેશે. સાધુ અને સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ મેળામાં સંસ્થાઓ તેઓની સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરીને લોકોને જાગૃત કરશે, જેમાંથી 90 ધાર્મિક સંસ્થાઓ પોતાના કાર્યોનું પ્રદર્શન કરશે. મુલાકાતીઓ માટે ચા-પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરાઈ છે.અમદાવાદમાં ભારત દેશના 30 મંદિરની પ્રતિકૃતિ જીએમડીસી ખાતે બનાવવામાં આવશે. એ સિવાય રામમંદિર સહિત અન્ય મંદિરના ભગવાનના લાઈવ દર્શન મેળામાં આવનાર લોકો કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સવારે 10 વાગેથી રાતના 10 વાગે સુધી મુલાકાતીઓ વિવિધ મંદિરોના ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત મેળામાં વનવાસી ગામ પણ તૈયાર કરાશે. આ ગામમાં આદિવાસી ગામના લોકોના જીવનની સાથે તેઓના રોજિંદા જીવનના ઉપયોગની વસ્તુઓ અને વાંજિંત્રોનું પ્રદર્શનની સાથે ગામડાની અનુભૂતિ થાય તેવો માહોલ પણ ઊભો કરવામાં આવશે. આદિવાસી વિસ્તારના લોકોના જીવનથી લોકોને અવગત કરવાનો પણ પ્રયાસ કરાયો છે.સૌથી મહત્વની વાત અને આકર્ષણનું કેન્દ્ર ષટ્કોણ આકારનો આધ્યાત્મિક મેળો છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત આધ્યાત્મિક કુંભ એટલે કે મેળાની ડિઝાઇન સંસ્થાના વિશ્વ કલ્યાણ માટે સમાજને સંસ્કારિત કરવાના 6 સિદ્ધાંતો પર કરાયું છે. જેમાં વનોનું સંરક્ષણ અને વન્યજીવોનું રક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન, નિરંતર પર્યાવરણ જાળવણી, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ પર મેળાની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ રદ કરવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચો: જામનગરના બીજલકા ગામના સરપંચની બીમારીથી કંટાળી જઇ આત્મહત્યા
આ પણ વાંચો: જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
