Jamnagar News: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.૪૭) એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતક સરપંચ ના નાનાભાઈ ધીરજભાઈ નરશીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોર તેમની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી જાણવા મળ્યા અનુસાર મૃતક ને તાજેતરમાં કેન્સરની બીમારી ડિટેકટ થઈ હતી. જેના કારણે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને બીજલકા ગામમાં ભારે ચાર જાગી છે અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા
આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
