Not Set/ અમરેલી/ 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ પુરાઈ પાંજરે

અમરેલીમાં ગઈ કાલે 5 વર્ષના બાળકને ફાડી ખાનારી સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરાયા છે. રાજુલાના ઉંચેયા ગામના લોકોએ રાહત શ્વાસ લીધો મળી છે.જણાવીએ કે વન વિભાગ દ્વારા રાજુલાના ભેરાઈ વીડી વિસ્તારમાંથી આ સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરયા છે. રાજુલા તાલુકાના ઉચૈયા અને ભાયાવદર ગામની વચ્ચના ખુલ્લા વિસ્તારમાં આવેલા ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારના 5 વર્ષીય બાળકને […]

Gujarat Others

અમરેલીમાં ગઈ કાલે 5 વર્ષના બાળકને ફાડી ખાનારી સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરાયા છે. રાજુલાના ઉંચેયા ગામના લોકોએ રાહત શ્વાસ લીધો મળી છે.જણાવીએ કે વન વિભાગ દ્વારા રાજુલાના ભેરાઈ વીડી વિસ્તારમાંથી આ સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરયા છે.

રાજુલા તાલુકાના ઉચૈયા અને ભાયાવદર ગામની વચ્ચના ખુલ્લા વિસ્તારમાં આવેલા ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારના 5 વર્ષીય બાળકને સિંહણે ફાડી ખાધો છે.આ ઘટનામાં બન્યું એવું કે, આ ઝૂંપડામાં રેહતા કિશોર નામના 5 વર્ષીય બાળકને સિંહણ મોડી રાત્રે ઉપાડી ગઈ અને પગ અને મોના ભાગેથી ફાડી ખાધો હતો.

આ ઘટનામાં બાળકનુ મોત નીપજ્યું છે, આ ઘટનામાં એવું પણ સામે આવ્યું છે કે સિંહણ બાળકને અહીંથી દુર-દુર 3 થી 4  કિમી રામપરા ગામ સુધી ઉપાડી ગઈ અને ત્યા તેમના સિંહબાળ પણ સાથે હોવાનુ જાણવા મળ્યુ હતુ.

આ ઘટનાના સમાચાર સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકો પણ બાળકને શોધવા માટે કામે લાગ્યા હતા અને આખરે રામપરા વિસ્તાર માથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ મૃતદેહ રાજુલા હોસ્પિટલમા પી.એમ માટે ખસેડતા તેમના પરિવારજનો અને સામાજિક લોકો અહીં દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.