Jamnagar News/ જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

Jamnagar News : એલસીબી(LCB) એસઓજી(SOG) તથા શહેરના ત્રણેય(3) પોલીસ ડિવિઝનના વિશાળ પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાતાં ગુન્હેગારોમાં દોડધામ મચી હતી.

Gujarat Others Breaking News

Jamnagar News : જામનગર(Jamnagar) શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી, આજે જામનગર(Jamnagar)  શહેરની પોલીસની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી દેશી દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય ગુનેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી.

જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી.(Dysp) જે. એન. ઝાલા (J. N. Zala)ની રાહબરી હેઠળ એલસીબી(LCB)ના પીઆઇ(PI) અને તેઓની ટીમ, ઉપરાંત એસઓજી(SOG) શાખાના પીઆઇ(PI) અને તેમની ટીમ, પેરોલ ફર્લો (PF)ના સ્ટાફ ઉપરાંત શહેરના સિટી A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝનના તમામ પોલીસ સ્ટાફ વગેરેને સાથે રાખીને અલગ અલગ ટુકડીઓ બનાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, અને સામુહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતા.

જામનગર પોલીસના આ મેગા ઓપરેશનને લઈને ગુન્હેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા કેટલાક ઝુપડા વગેરે સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો અથવા તો તેને લગતી સામગ્રી વગેરે કબજે કરી લેવામાં આવી હતી. જ્યારે કેટલાક દારૂના ધંધાર્થીઓને પોલીસે સકંજામાં લઈ લીધા છે, તેમ જ કેટલાક મહિલા સહિતના દારૂના ધંધાર્થીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત

આ પણ વાંચો: જામનગરના રણજીતસાગર રોડપર આવેલા કપડાના GJ 5 શોરૂમમાં જીએસટી વિભાગની દરોડા

આ પણ વાંચો: જામનગરમાં આરોપીએ 11 વિઘા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાતાં તોડી પડાયું