ઉજ્જૈનમાં મુસ્લિમ યુવકની સાથે કથિત રૂપે અમુક અજાણ્યા લોકોએ જબરદસ્તી જય શ્રી રામ બોલવા કહ્યુ હતુ. આ પહેલા ઈન્દોરનાં મુસ્લિમ બગડીનાં વેપારીને લોકોએ ભેગા થઇને ખૂબ માર માર્યો હતો. જે બાદ તેની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી. હવે એક અન્ય આવો જ કિસ્સો પ્રકાશમાં આવતા દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે, તે સમજી શકાય છે. બગડીનાં વેપારી બાદ તાજેતરમાં થયેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો – નિવેદન / લાઠીચાર્જ પર ભડક્યા ટિકૈત, કહ્યુ- દેશમાં સરકારી તાલિબાનોનું રાજ શરૂ થઇ ગયુ છે
સમગ્ર મામલો ઉજ્જૈનનાં ઝારડા પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામનો છે. આ બાબત પર પોતે ધ્યાન લેતા પોલીસે તોફાની યુવકો સામે એફઆઈઆર નોંધી છે. પીડિત વ્યક્તિ મહીદપુરનો રહેવાસી અબ્દુલ રશીદ છે, જે પસ્તી ખરીદવાનું કામ કરે છે. ઘટના સમયે, તે ઉજ્જૈન જિલ્લાનાં ઝારડા તહસીલનાં એક ગામમાં પસ્તી ખરીદવા ગયો હતો, જ્યાં ગામનાં કેટલાક યુવાનોએ તેને રોકીને તેનો સામાન ફેંકવાનું શરૂ કર્યું અને બળજબરીથી તેને જય શ્રી રામનાં નારા લગાવવાનું કહ્યુ હતુ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, યુવાનોને કહેતા સાંભળી શકાય છે કે “તુ અમારા ગામમાંથી કેવી રીતે કમાઈ શકો છો અને લઈ શકો છો. જય શ્રી રામ બોલ, બોલ જય શ્રી રામ, તુ અમારા ગામમાં કેવી રીતે પ્રવેશ્યો, જય શ્રી રામ તો બોલવુ જ પડશે.” અંતે, જ્યારે કબાડીવાળાએ ‘જય શ્રી રામ’ કહ્યું, ત્યારે તે ને છોડી દેવામાં આવ્યો હતો. આ બાબતની પુષ્ટિ કરતા, ઝારડા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ વિક્રમ સિંહે જણાવ્યું કે, સમગ્ર મામલો શનિવાર, 28 ઓગસ્ટની બપોરેનો છે. આ બાબતનું પોતે ધ્યાન લેતા, લઘુમતી સમાજનાં વ્યક્તિને હેરાન કરવા બદલ યુવક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો – Tokyo Paralympics / ફાઈનલમાં હાર બાદ ભાવિના પટેલની પ્રતિક્રિયા, કહ્યુ- નર્વસ થઇ ગઇ હતી એટલે…
શિવરાજ સિંહ સરકાર પર કટાક્ષ કરતા રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કર્યું હતું કે, “મધ્યપ્રદેશનાં ઈન્દોર, દેવાસ અને હવે ઉજ્જૈનનાં મહિદપુરની ઘટના…? આ લોકો કોણ છે, જે સતત આવી ઘટનાઓ કરી રહ્યા છે, અમારી ગંગા – જમુનાની ભાઈચારાની સંસ્કૃતિને અમુક લોકો બગાડવાનું કામ કરી રહ્યા છે? એવું લાગે છે કે આ બધું કોઈ ચોક્કસ એજન્ડા હેઠળ કરવામાં આવી રહ્યું છે?…. સરકાર મૂંકપ્રેક્ષક તરીકે બધું જોઈ રહી છે? સમગ્ર રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ, કાયદાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે?
