Ahmedabad/ શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય

અમદાવાદ વસ્ત્રાલમાં દીપડા દેખાયાની આશંકા સેવાઈ રહી છે. વસ્ત્રાલના આવેલા શક્તિ મંદિર પાસે રાત્રે ભૈયાજી રાજાજીના ખેતરમાં દીપડો દેખાયો. વનવિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે.વનવિભાગને તપાસમાં દીપડાના સગડ મળ્યા છે.

Ahmedabad Gujarat
a 245 શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય
  • દીપડો જેવુ દેખાયું જાનવર
  • વસ્ત્રાલ શક્તિ મંદિરમાં રાત્રે દીપડા જેવું જાનવર દેખાયુ
  • ભૈયાજી રાજાજીના ખેતરમાં આવ્યું છે મંદિર
  • દીપડા જેવું જાનવર દેખાતા તપાસ હાથ ધરાઈ
  • વન વિભાગે આસપાસના લોકોને સતર્ક રહેવા સુચના
  • વનવિભાગની તપાસમાં દીપડાની હાજરીના સગડ મળ્યા
  • વન વિભાગે કામ વિના બહાર ન જવા સુચના અપાઇ
  • બેટરી અને લાકડી સાથે રાખવા સુચના અપાઇ

જંગલ અને પ્રાણીસંગ્રાલયમાં સામાન્ય રીતે જોવા મળ્યો દીપડો અચનાક તમને તમારા શહેરની ગલીઓમાં જોવા મળે તો તે નજરો કેવો હશે. કંઇક આવાજ સમાચાર તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાંથી મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર,અમદાવાદ વસ્ત્રાલમાં દીપડા દેખાયાની આશંકા સેવાઈ રહી છે. વસ્ત્રાલના આવેલા શક્તિ મંદિર પાસે રાત્રે ભૈયાજી રાજાજીના ખેતરમાં દીપડો દેખાયો. વનવિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે.વનવિભાગને તપાસમાં દીપડાના સગડ મળ્યા છે. જેથી વનવિભાગે લોકોને કામ વિના બહાર ન જવાની સૂચના આપી છે અને બેટરી અનેે લાકડી સાથે રાખવાની સુચના આપવામાં આવી છે.

દીપડાની હાજરી જોવા મળે તો આ નંબર પર સંપર્ક કરવો

મહત્વનું છે કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલની આસપાસ દીપડના પગના નિશાન જોવા મળ્યા હોવાથી પશુ પાલકો અને ગામ લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેમજ અગત્યના કામ કામે બહાર જવાનું થાય તો તે સમયે બેટરી જેવી વસ્તુ સાથે રાખવી તથા અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવી. જેથી જાનમાલને નુકસાન ન પહોંચે.

હાલ અમદાવાદના ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડા અંગે તપાસ કરવામાં આવી રહી છે. પગના નિશાન પરથી દીપડાને ટ્રેસ કરી કઈ તરફ દીપડો આગળ વધ્યો તેની ખાતરી કરી પકડવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો