દેશમાં હાલ રેવડી બજાર મામલે રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે, અનેક પાર્ટીઓ પ્રજાને ફ્રીમાં સેવા આપવાની જાહેરાત કરે છે જેના લીધે દેશની આર્થિક સ્થિતિ પર અસર થાય છે.વીજળી, શિક્ષણ સહિતની સેવાઓ મફત આપવાના મામલે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી આ મામલે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ મામલો ત્રણ જજની બેંચને મોકલી આપ્યો છે.
રાજકીય પક્ષો દ્વારા ‘ફ્રીબી’ એટલે કે ફ્રી ગિફ્ટના વિતરણ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલો ત્રણ જજની બેંચને મોકલી આપ્યો છે. ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાત અને તેના પછીના અમલીકરણથી અર્થતંત્રને નુકસાન થાય છે. સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે કહ્યું કે ‘ફ્રીબી’ એ કરદાતાના નાણાંનો નોંધપાત્ર બગાડ છે. જો કે, બધી યોજનાઓ મફત હોતી નથી. આ મુદ્દો ચર્ચામાં છે અને કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ અને ચર્ચા કરવી જોઈએ. આ માટે કમિટી બનાવવી સારું રહેશે.
