Ahmedabad News/ અમદાવાદ પોલીસે પકડેલા સાઇબર ક્રિમિનલની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

અમદાવાદમાં વેબસાઇટ હેક કરીને ચાલતી ઠગાઈના કેસમાં આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપી વિજય મોટાપાયે ઓનલાઇન જુગાર રમતો હતો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં વેબસાઇટ હેક કરીને ચાલતી ઠગાઈના કેસમાં આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપી વિજય મોટાપાયે ઓનલાઇન જુગાર રમતો હતો. તે કરોડો રૂપિયાનો જુગાર ઓનલાઇન રમ્યો હતો. તે લોકોના ટ્રાન્ઝેકશનના યુટીઆર કોડ મેળવતો હતો. બેન્ક કર્મચારી કમિશનની લાલચે તેને યુટીઆર કોડ આપતા હતા. આરોપી બેન્ક કર્મચારીને ત્રણથી દસ ટકા કમિશન આપતો હતો. આ અંગે એક્સિસ બેન્કના ફોરેન કરન્સીના ડીએમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી બેન્કના કર્મચારીને અત્યાર સુધી છ લાખ રૂપિયા આપ્યા છે. અનેક ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મંગાવી છે. વિજય નામનો આરોપી સમગ્ર કાંડનો માસ્ટર માઇન્ડ છે.

ઓનલાઇન ગેમિંગમાં જે રૂપિયાની ગેરરીતિ આચરી હતી, એ ઝડપાયેલ આ એક્સિસ બેન્કના કર્મચારીની મદદથી આચરી હતી. જેમાં મુખ્ય આરોપી વિજય વાઘેલા અને એક્સિસ બેંકના કર્મચારી સુખદેવ ખોખર બંને રાજકોટ ખાતે MBAનો અભ્યાસ એક સાથે કર્યો હતો. જેના કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, ત્યારે વિજય વાઘેલાએ સુખદેવ ખોખરને કહ્યું હતું કે ઓનલાઇન ગેમિંગના એકાઉન્ડમાં જ્યારે પણ કોઈ ગ્રાહક ગેમ રમવા માટેથી પૈસા ટ્રાન્સફર કરે છે, તો તેની તાત્કાલિક માહિતી અને કરેલ પેમેન્ટની UTR કોડ વિજય વાઘેલાને આપવાનો રહેશે.

વા એક્સિસ બેન્કમાં થતા ટ્રાન્જેક્શન ની માહિતી અને UTR કોડ તાત્કાલિક સુખદેવ ખોખર તેના મિત્ર વિજય વાઘેલાને આપી દેતો હતો. આ UTR કોડ વિજય વાઘેલા ઓનલાઇન ગેમ રમી સર્કલ અને ડ્રિમ ઇલેવનમાં એન્ટર કરીને જુગાર રમતો હતો અને હાર જીત કરતો હતો અથવા પૈસા રોકડા પણ મેળવી લેતો. જેના બદલામાં વિજય વાઘેલા તેના મિત્ર એક્સિસ બેન્ક કર્મચારી સુખદેવ ખોખરને 3 ટકાથી લઇને 10 ટકા સુધીનું કમિશન પેટે રૂપિયા પણ આપ્યા હતા. અત્યાર સુધીમાં 6 લાખથી વધુની રકમ વિજય વાઘેલા તેના મિત્ર સુખદેવ ખોખરને આપી ચુક્યો છે.

ઉલ્લખનીય છેકે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો,  જે ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરીને અને તે વેબસાઇટ્સ પરથી મોંઘી વસ્તુઓ ખરીદીને કિંમતોમાં હેરાફેરી કરીને લોકોને છેતરતી હતી. ક્રાઈમ બ્રાન્ચને ક્રિકેટ પર સટ્ટો રમનારા લોકો વિશે માહિતી મળી હતી; આ મામલાની તપાસ કરવા ગયેલી ટીમને આ સફળતા મળી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા દોઢથી બે વર્ષમાં તેમણે એક-બે નહીં પરંતુ સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

મડાવાડ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં આરોપી વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડાટા અને આદિલ પરમારની ધરપકડ કરી છે. આ ત્રણ આરોપીઓએ સુરક્ષા પરીક્ષણ સોફ્ટવેરની મદદથી ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરીને અને વેબસાઇટ પરથી નજીવી કિંમતે માલ ખરીદીને નકલી સરનામે પહોંચાડીને છેતરપિંડી આચરી છે. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક આરોપીઓ તેમના મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ વિવિધ ઓનલાઈન કેસિનો અને સટ્ટાબાજીની વેબસાઇટ્સના ક્લાયન્ટ આઈડી મેળવવા માટે કરી રહ્યા હતા અને રિલીફ રોડ નજીકની એક ઓફિસમાં સટ્ટો રમી રહ્યા હતા. જેના આધારે આ ત્રણેય આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ ઈ-કોમર્સ વેબસાઇટ્સ અને કેસિનો સટ્ટાબાજી વેબસાઇટ્સ દ્વારા સર્ચ એન્જિનમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબરોની માહિતી મેળવતા હતા અને તેના આધારે તેઓ ચોક્કસ પેમેન્ટ ગેટવે પરથી ઉત્પાદનો ખરીદતા હતા. બાદમાં, વેબસાઇટ પરથી વ્યવહારો અને માહિતી મેળવ્યા પછી, તેઓ ડિબગીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વેબસાઇટ સાથે છેડછાડ કરતા હતા. આ પછી, પેમેન્ટ ગેટવેમાં મૂળ કિંમતની નજીકની રકમ દાખલ કરીને, તેઓ ખોટા સરનામાં પર ઓર્ડર લેતા હતા અને તે ઉત્પાદનોને જથ્થાબંધ વેચતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન, તેમની પાસેથી આઈફોન, લેપટોપ અને અન્ય મોબાઈલ ફોન સહિત 3.31 લાખ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિજય વાઘેલા સર્ચ એન્જિનમાંથી સોફ્ટવેર મેળવતો, બેગ શોધતો, વેબસાઇટ બનાવતો અને ઉત્પાદનોનો ઓર્ડર આપતો. જ્યારે નિતેશ તે ઉત્પાદનો વેચીને પૈસા કમાતા હતા. આદિલ પરમાર ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઇટ પર દાવ લગાવીને પૈસા કમાવતો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓ સાથે કોઈ બેંક કર્મચારી સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છમાં સાઇબર ક્રાઇમઃ 17 બેન્કોમાં 55 ખોટાં ખાતા ખોલાવી ઠગાઈ આચરતા બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ઓનલાઇન ગેમિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઇવાનીઝ સહિત 13ની કરી ધરપકડ