તમે ટ્રેનમાં બનતા ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યુ હશે પરંતુ અહી અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, એક શખ્સ જે એક જોકરનાં કપડા પહેરીને ટ્રેનમાં ચઢે છે અને બાદમાં તેણે ત્યા હાજર તમામને છરીથી મારવાનું શરૂ કર્યુ.

આ પણ વાંચો – આસામ / બુરખાની જગ્યાએ જીન્સ પહેરીને આવેલી યુવતીને દુકાનદારે બહાર કાઢી મુકી અને પછી જે થયુ…
જણાવી દઇએ કે, જોકરની જેમ પોશાક પહેરેલા આ વ્યક્તિએ રવિવારે જાપાનમાં ટ્રેન પર હુમલો કર્યો, છરી વડે 17 લોકોને ઈજાગ્રસ્ત કર્યા, મીડિયા અહેવાલો અનુસાર, તે તમામ હેલોવીન તહેવારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ટોક્યો પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો વિશ્વનાં સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન શિંજુકુ તરફ જતી કીયો એક્સપ્રેસ લાઇન પરનાં કોકુર્યો સ્ટેશન પર રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો. આપને જણાવી દઇએ કે, પોલીસે ઘટનાસ્થળેથી 24 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી હતી.
https://twitter.com/Brave_spirit81/status/1454783895757627392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454783895757627392%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fworld%2Fjapan-man-dressed-as-batman-joker-costume-attacked-passengers-on-tokyo-train-896463.html
ઘાયલોમાં એક વૃદ્ધની હાલત હજુ પણ નાજુક છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરે ટ્રેનની આસપાસ હાઇડ્રોક્લોરિક એસિડ ફેલાવ્યું હતું. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં લોકો સ્ટેશન પર કીયો એક્સપ્રેસ લાઇન ટ્રેનની બારીઓમાંથી બહાર નીકળતા દેખાય છે. લોકો બહાર આવતાની સાથે જ નાસભાગનો માહોલ સર્જાયો હતો. વળી, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટ્રેન કીયો સ્ટેશનથી રવાના થવાની હતી અને દરવાજા બંધ થયા. ત્યારબાદ લોકોની ચીસોનો અવાજ આવવા લાગ્યો અને કેટલાક ઘાયલ લોકો દોડીને બહાર આવ્યા. થોડીવાર પછી ડબ્બામાં આગ લાગી ગઇ.

આ પણ વાંચો – UP Election / CM યોગીએ ઓપી રાજભરનું નામ લીધા વગર લીધો કટાક્ષ, કહ્યું- સુહેલદેવનું સ્મારક બનાવવાની વાત આવી તો વોટબેંક વાળા નાં કહેતા થઇ ગયા
એક પ્રત્યક્ષદર્શી યોમિયુરીએ કહ્યું, “મને લાગ્યું કે તે હેલોવીન સ્ટન્ટ છે પરંતુ તે વ્યક્તિ ધીમે ધીમે લોકો પર છરી મારતો આવ્યો અને તેમના પર હુમલો કરવા લાગ્યો. તેની છરી લોહીથી લથપથ હતી.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરનું કહેવું છે કે તેણે આવું એટલા માટે કર્યું જેથી તેને મૃત્યુદંડ આપવામાં આવે. જાપાનમાં એક પાગલ દ્વારા આવા હુમલાની ઘટના બે વર્ષ પહેલા પણ સામે આવી હતી. ત્યારપછી બસ સ્ટોપ પર આવો હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં એક સ્કૂલની વિદ્યાર્થીની સહિત બે લોકોનાં મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. જે ટ્રેનમાં રવિવારે આ ઘટના બની તેમાં કુલ 10 પેસેન્જર કોચ છે.
