Dog/ માનવી જેટલી ઊંચાઇ ધરાવતો માયલો ડોગ

માયલો ડોગની ઊંચાઇ પાંચ ફુટ 3 ઇંચ છે

Ajab Gajab News

દુનિયામાં એવા અનેક પ્રાણીઓ હોય છે જે પોતાની ખુબીઓથી ઓળખાતા હોય છે. આજે એવા જ એક શ્વાનની વાત કરવાની છે. જેણે મનુષ્ય જેવી ઉંચાઇ ધરાવાના કારણે વિશ્વભરમાં પોતાની જુદી ઓળખ ઉભી કરી છે.

ઇંગ્લેન્ડના બ્રાઇટમાં રહેતી નીના આઇલિંગ પાસે કેનેડાના ન્યુ ફાઉન્ડલેન્ડથી લાવવામાં આવેલો ક્રોસ બ્રિડ ડોગ છે.બે વર્ષના આ  ડોગી માયલો નું કદ ઊંચાઇ માણસ જેટલી છે. આ ડોગનું વજન 44 કિલો છે અને તેની ઊંચાઇ પાંચ ફુટ ત્રણ ઇંચ છે.

આ ડોગમાં અસામાન્ય લક્ષણો અને દેખાવ, લોકો માટે આશ્વર્યચકિત  છે. કેનેડાનો પૂર્વ પ્રાંત ન્યુ ફાઉન્ડલેન્ડના લેબ્રેડોર શ્વાનનોના ઉછેર માટે જાણીતો છે. માયલો ડોગને પણ ત્યાંથી જ લાવવામાં આવ્યો છે. તેના ઉછેર માટે વિશેષ કાળજી રાખવામાં આવી છે. તેનો વિકાસ થયો છે તે આશ્વર્ય કરે તેવું છે.ડોગની માલકિન નીનાને પણ ધારણા નહોતી કે માયલોનું શારિરીક વિકાસ આટલો થશે.

ન્યુ ફાઉન્ડલેન્ડના ક્રોસ બ્રિડ ડોગની પ્રજાતિઓમાં ઊંચાઇ અને કદમાં વધારો કોઇ નવી વાત નથી.અહિંયા ડોગનું વજન 30 થી 60 કિલો સામાન્ય છે.