આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ગુલાબી બોલથી રમાતી ડે-નાઈટ ટેસ્ટ મેચોનો ટ્રેન્ડ વર્ષ 2015માં શરૂ થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 ટેસ્ટ મેચ રમાઈ છે. ગુલાબી બોલ સાથેની 18મી ટેસ્ટ મેચ આજથી એટલે કે શુક્રવાર 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને થશે.
આ પણ વાંચો – IND vs SA / એલ્ગરની વિકેટ સાથે ત્રીજા દિવસની રમત સમાપ્ત,આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર
પિંક બોલ ટેસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમ માટે નવી વાત નથી. કાંગારૂ ટીમ અત્યાર સુધીમાં 9 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી ચુકી છે અને ટીમ માટે આ દસમી પિંક બોલ ટેસ્ટ હશે, પરંતુ શું તમે જાણો છો કે આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, જ્યારે એક સીરીઝમાં બે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની એશિઝ સીરીઝની બીજી મેચ પિંક બોલથી રમાઈ હતી અને હવે છેલ્લી મેચ હોબાર્ટમાં પિંક બોલથી રમાશે. આ રીતે, એક ટેસ્ટ સીરીઝમાં બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ સીરીઝમાં પિંક બોલથી એકથી વધુ મેચ રમાઈ હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. જો કે, હવે એક નવો ઈતિહાસ લખવામાં આવશે અને તે યાદ રાખવામાં આવશે કે ટેસ્ટ ક્રિકેટનાં આ નવા ફોર્મને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. પાંચ વર્ષમાં 18 પિંક બોલની ટેસ્ટ મેચનું આયોજન કરવું એ પોતાનામાં એક મોટી વાત છે, કારણ કે 100 વર્ષથી વધુ જૂના આ ફોર્મેટને નવો અવતાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સફળ માનવામાં આવે છે.
આ પણ વાંચો – IND vs SA Test Series / ભારતને લાગ્યો ચોથો ઝટકો, રહાણે થયો આઉટ
પિંક બોલ ટેસ્ટ એટલે કે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં જો કોઈ નિર્વિવાદ ચેમ્પિયન ટીમ હોય તો તે ઓસ્ટ્રેલિયા છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી તમામ 9 મેચ જીતી છે. આ પછી ભારતીય ટીમનું નામ આવે છે જેણે 3 માંથી 2 મેચ જીતી છે. શ્રીલંકાની ટીમે પણ પિંક બોલથી એટલી જ મેચ જીતી છે. વળી, ઈંગ્લેન્ડની ટીમ આ ફોર્મેટમાં પિંક બોલથી 5 મેચમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેની જીતનું ખાતું પણ હજુ ખુલ્યું નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ હતી.
