બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડાયરેક્ટર અજીત પટેલનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ મહિલા સાથે બિભત્સ હરકત કરતા હોવાનું દેખાય છે. નેતાનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો સામે આવતા રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.આ વીડિયોની મંતવ્ય ન્યુઝ પુષ્ટિ કરતું નથી. આ વીડિયોના સંદર્ભે ભાજપે સત્વરે એકશન લઇને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.ય
સોશિયલ મીડિયામાં બારડોલી તાલુકા પંચાયત સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ મહિલા સાથે બીભત્સ હરકતો કરતા નજરે પડ્યા હતા. આ વીડિયોએ રાજકીય ભૂકંપ સર્જી દીધો હતો અને જેના પગલે પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે અજિત પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા
