cyclone/ ફિલિપાઈન્સમાં ત્રાટક્યું ગોની નામનું શક્તિશાળી વાવાઝોડું

આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલા સૌથી મોટા વાવાઝોડામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે 3.9 લાખ લોકોને વિસ્થાપિત પણ કરવા પડ્યા છે.

World

આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલા સૌથી મોટા વાવાઝોડામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે 3.9 લાખ લોકોને વિસ્થાપિત પણ કરવા પડ્યા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દેશનાં મુખ્ય ટાપુ લ્યૂઝોન પર જોવા મળેલ છે.

Typhoon Goni: At least 10 dead as year's worst storm lashes Philippines | South China Morning Post

જમ્મુ-કાશ્મીરમાં 3.5 ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર, લ્યૂઝોનમાં વાવાઝોડાની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બિસ્કોલની સિવિલિયન સિક્યુરિટી ઓફિસ (OCD) એ જણાવ્યું હતું કે, અલ્બે પ્રાંતમાં અને કેટંન્ડુઆનસ ટાપુ પ્રાંતમાં વાવાઝોડામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સિવાય અલ્બે પ્રાંતનાં ગિનોબાટન શહેરમાં પણ 3 લોકો ગુમ થયાની જાણ થઈ છે. ગોની વાવાઝોડાનાં કારણે 3.9 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેમાંથી 3.45 લાખ લોકો સરકારી કેન્દ્રોમાં રહે છે.

Super Typhoon Goni Strikes the Philippines as 'Strongest Landfalling Tropical Cyclone on Record,' Spurring Calls for Climate Justice | Common Dreams News

ડુંગળીનાં ભાવમાં વધારો, આ મહિના સુધી નહી મળી શકે રાહત

ગોની એક સુપર ટાયફૂન હતુ, જેની ગતિ 225 કિ.મી પ્રતિ કલાકની નજીક હતી. જણાવી દઇએ કે, ફિલિપાઇન્સ સાથે ટક્કર થયેલા આ વર્ષનું 18 મું વાવાઝોડું છે. પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સ્થિત, ફિલિપાઇન્સ એ દેશ છે જેમાં સૌથી વધુ આપદાઓ આવે છે. તેમાં સક્રિય જ્વાળામુખી, વારંવાર ધરતીકંપ, સરેરાશ 20 તોફાનો (પૂર અને ભૂસ્ખલનનું કારણ થાય છે) નો સમાવેશ થાય છે.