Surendranagar/ લીંબડીના ભલગામડાથી 13.86 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી ટીમે દારૂ-બીયરના જથ્થાનું કટિંગ થાય તે પહેલા જ 27.86 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Gujarat Others

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી ટીમે દારૂ-બીયરના જથ્થાનું કટિંગ થાય તે પહેલા જ 27.86 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારૂ બીયરની હેરાફેરીમાં સામેલ 6 શખ્સો તથા તપાસમાં બહાર આવનારા સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : 22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન

એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલ, પીએસઆઈ વી.આર.જાડેજા, ASI ઋતુરાજસિંહ મકવાણા સહિત LCB ટીમે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સચોટ બાતમી મળી હતી કે ભલગામડા ગામના સંજયસિંહ રાણા, લીંબડીનો નીરવ એ.દરજી બન્ને શખ્સો વડોદરાનો નાગદાન ગઢવી, ભાવનગરનો ઈમરાન કાલવા પાસેથી દારૂ-બીયરનો જથ્થો મેળવી ચારેય ઈસમો ભેગા મળી તેમના સાગરીતો મારફતે કન્ટેનરમાં દારૂ, બીયરનું ભલગામડા ગામની સીમમાં કરી રહ્યા છે.

આ પણ વાંચો : ટ્રકની અડફેટે આવતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત

બાતમીના સ્થળે એલસીબી ટીમે દરોડો પાડી ભારતીય બનાવટની 3,271 દારૂની બોટલો અને 1,641 બીયરના ટીન મળી 13,86,210 રૂ.નો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર અને કન્ટેનર સહિત કુલ 27,86,210 રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ-બીયરની હેરાફેરી અને કટીંગમાં સામેલ સંજયસિંહ રાણા, નીરવ દરજી, નાગદાન ગઢવી, ઈમરાન કાલવા, કાર અને કન્ટેનર ચાલક સહિત તપાસમાં ખુલનાર શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.