સુપર સન્ડેની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની રોમાંચતથી ભરેલી મેચમાં જીત મેળવી લીધી છે. આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. જેમા દિલ્હી કેપિટલ્સે જીત મેળવી હતી. સુપરઓવરમાં હૈદરાબાદની ટીમ માત્ર 7 રન બનાવી શકી હતી, ત્યારબાદ પંત અને ધવન 8 રન બનાવીને મેચ પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.

ક્રિકેટ / પાકિસ્તાનનાં બાબર આઝમે ટી-20 માં વિરાટ અને ફિંચનો આ મોટો રેકોર્ડ તોડ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાશિદ ખાને સુપરઓવરમાં બોલિંગ કરી પણ તે ટીમ જીતી શકી નહીં. વળી દિલ્હી તરફથી અક્ષર પટેલે સુપરઓવરમાં બોલિંગ કરી હતી. હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નર વિલિયમસન (કેન વિલિયમસન) સુપર ઓવરમાં બેટિંગ કરવા ઉતર્યા હતા પરંતુ અક્ષર પટેલની ઓવરમાં તેઓ ખાસ રન કરી શક્યા ન હોતા. તેટલુ જ નહી આ સિવાય છેલ્લા બોલ પર કેપ્ટન વોર્નરે રન લેવામાં ભૂલ કરી દીધી હતી અને તે બે રન શોર્ટ રનમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે છેલ્લા બોલ પર હૈદરાબાદને 2 રન મળવા જોઈએ હતા, છેલ્લા બોલ પર હૈદરાબાદને ફક્ત 1 રન મળ્યો હતો, જેના કારણે દિલ્હીને 6 બોલમાં 8 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જો 9 રનનો લક્ષ્યાંક મળતો તો મેચનું પરિણામ વધુ રસપ્રદ બની શકતુ હતુ. હૈદરાબાદની ટીમ સુપરઓવરમાં આ મેચ જીતી શકી હોત. વળી, સુપરવરમાં જોની બેયરસ્ટોને બેટિંગ કરવા મોકલ્યો ન હોવાને કારણે ચાહકો અને ક્રિકેટ પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જણાવી દઇએ કે, બેયરસ્ટોએ મેચમાં 18 બોલમાં 38 રન ફટકાર્યા હતા, પરંતુ વોર્નર સુપર ઓવરમાં તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો હતો, જેનાથી બધા ચોંકી ગયા હતા.

IPL 2021 / બાપુ પડ્યા RCB પર ભારે, ચેન્નાઈએ 69 રને મેચ જીતી પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ફેરફાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) ની પ્રથમ સુપર ઓવર એલિમીનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામે સતત ત્રીજી જીત નોંધાવી હતી. દિલ્હી કેપિટિલ્સે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાદમાં ઓપનર પૃથ્વી શો (39 બોલ, સાત ચોક્કા, એક છક્કો), ઓપનર શિખર ધવનની 28, કેપ્ટન રિષભ પંતની 37 રન અને સ્ટીવ સ્મિથે અણનમ 34 રન બનાવ્યા જે બાદ ટીમ ચાર વિકેટે પર 159 રન બનાવી શકી હતી.

