Patan News : પાટણમાં હાઈવે પરથી SOGની ટીમે અફીણનો જથ્થો ઝડપી લીધો હતો. બનાવની વિગત મુજબ રાજસ્થાનથી અફીણનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી SOGને મળી હતી. જેને આધારે પોલીસે અફીણનો આ જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપી રાજુરામ બિશ્નોઇ નામના શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી અફીણનો 1,68,646નો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. પોલીસે અફીણ, મોબાઇલ અને કાર મળી 6,86,136ના મુદ્દામાલ જપ્ત કબજે કર્યો હતો. પોલીસે NDPSનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સિવાય પોલીસે ગુનામાં સંડોવાયેલ અન્ય 3ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી, ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ
આ પણ વાંચો: 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા થયા ‘ગુમ’
