Iran News : એક મહિલા પાઇલટ અને ક્રૂ મેમ્બર અને 110 મહિલા મુસાફરો સાથેનું એક વિશેષ વિમાન રવિવારે ઈરાન (Iran)ના મશહાદ (Mashhad)માં પ્રથમ વખત ઉતર્યું હતું. વાસ્તવમાં, આ લેડી સ્પેશિયલ ફ્લાઇટ પ્રોફેટ મોહમ્મદની પુત્રી ફાતિમા અલ-ઝહરાના જન્મદિવસના અવસર પર કરવામાં આવી હતી.
ઈરાન (Iran)ના મીડિયા અનુસાર, પહેલીવાર મહિલાઓનું વિશેષ વિમાન ઈરાન (Iran)ના મશહાદ (Mashhad)માં લેન્ડ થયું છે, જેમાં તમામ મહિલાઓ હતી. ઈરાની સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની એરલાઈને રવિવારે મહિલાઓ માટે દુર્લભ ફ્લાઇટ ચલાવી હતી, જે પ્રથમ વખત ઉત્તરપૂર્વીય પવિત્ર શહેર મશહાદ (Mashhad)માં ઉતરી હતી.
ઈરાન (Iran) સરકારે વધુમાં જણાવ્યું કે આ ફ્લાઈટની મહિલા પાઈલટ શહરઝાદ શમ્સ હતી. આ ફ્લાઈટનું નામ ઈરાન (Iran) બાનો એટલે કે ઈરાન (Iran) લેડી હતું. ફ્લાઇટના સ્વાગત માટે મશહાદ (Mashhad)ના હાશ્મિનેજાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તમને જણાવી દઈએ કે મશહાદ (Mashhad) ઈરાન (Iran)નું બીજું સૌથી મોટું શહેર છે, અહીં ઈમામ રેઝાની પવિત્ર દરગાહ છે, જે શિયા મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈરાન (Iran)માં ઘણી મહિલાઓ પાઈલટ બની છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2019માં પાઈલટ નેશત જહાન્દરી અને કો-પાઈલટ ફોરોઝ ફિરોઝી ઈસ્લામિક દેશના ઈતિહાસમાં પેસેન્જર પ્લેન ઉડાવનારી પ્રથમ મહિલા પાઈલટ હતી. મશહાદ (Mashhad) ઈરાન (Iran)નું બીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. મળતી માહિતી મુજબ, મશહાદ (Mashhad) તેહરાનથી લગભગ 900 કિલોમીટર દૂર છે. મશહાદ (Mashhad) શરૂઆતમાં એક નાનું ગામ હતું, જે 9મી સદી સુધી સનાબાદ તરીકે જાણીતું હતું.
આ પણ વાંચો: ઈરાને 1 દિવસમાં 11 લોકોને ફાંસી આપી, ગયા અઠવાડિયે લગભગ 34 કેદીઓને ફાંસી
આ પણ વાંચો: ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેનીએ X પર પોસ્ટ કરતા એકાઉન્ટ સસ્પેન્ડ
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ : “કંઈપણ થઈ શકે છે”, ઈરાન સાથે યુદ્ધની શક્યતાઓ પર
