એન્કાઉન્ટર/ કાશ્મીરના અવંતીપોરામાં સેનાના એન્કાઉન્ટરમાં એક આંતકવાદી ઠાર

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

Top Stories India

કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ ઓપરેશન અવંતીપોરા પોલીસ, આર્મી અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

અવંતીપોરા પોલીસને નામ્બાલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્ડન ચુસ્ત બનતા જોઈને આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોની ટીમે આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપી હતી, જેને આતંકીઓએ ઠુકરાવી દીધી હતી. જે બાદ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે આતંકીના મોતની પુષ્ટિ કરી છે.

આતંકવાદીઓ કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવવાનું સતત ષડયંત્ર રચી રહ્યા છે. સોમવારે પણ આતંકવાદીઓએ આવું જ નાપાક કૃત્ય કર્યું હતું. સુરક્ષા દળોને નિશાન બનાવીને ગાંદરબલમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. સુરક્ષાદળોએ હુમલાખોરોની શોધમાં આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું છે.