Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાપુડ (Hapur) જિલ્લાના રહેવાસી ઇમામુદ્દીનની પત્ની ગુડિયાએ 50 વર્ષની ઉંમરે પોતાના 14મા બાળકને જન્મ આપ્યો છે. બજરંગપુરીની રહેવાસી ગુડિયાને શુક્રવારે સાંજે પ્રસૂતિ પીડા (Labor pain) થઈ હતી, જેના પગલે તેને પિલખુવા સીએચસી (CHC) લઈ જવામાં આવી હતી. અહીંથી તેમને મેરઠ (Meerut) રિફર કરવામાં આવ્યા. તેણીને 108 એમ્બ્યુલન્સ (Ambulance)માં હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ડિલિવરી કરવામાં આવી હતી. ગુડિયાએ તેના 14મા બાળકને જન્મ આપ્યો છે.
ડોક્ટરોએ બાળક અને મહિલાને સારવાર માટે દાખલ કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા હોસ્પિટલના ગેટ પર પહોંચતાની સાથે જ ડિલિવરી (Delivery) થઈ ગઈ. ડોક્ટરોના જણાવ્યા મુજબ, માતા અને બાળકની હાલતમાં સુધારો થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. મહિલાનો પહેલો દીકરો 22 વર્ષનો છે. બધા બાળકોના જન્મમાં 1 વર્ષનો પણ ફરક નથી. ડિલિવરી સમયે મહિલાનો મોટો દીકરો તેની માતા સાથે હોસ્પિટલમાં હાજર હતો.
જર્મનીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 66 વર્ષની એક મહિલાએ તેના 10મા બાળકને જન્મ આપ્યો છે. આ મહિલા એક ઇતિહાસકાર છે જેની પાસે સંગ્રહાલય નિર્દેશકની જવાબદારી છે. આ મહિલાની ઓળખ એલેક્ઝાન્ડ્રા હિલ્ડેબ્રાન્ડ તરીકે થઈ હતી, જે બર્લિનના ચેકપોઇન્ટ ચાર્લીની રહેવાસી હતી. હિલ્ડેબ્રાન્ડે 19 માર્ચે બર્લિનની ચેરિટ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. મહિલાની સિઝેરિયન ડિલિવરી થઈ હતી. જન્મ પછી બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યું હતું. હિલ્ડેબ્રાન્ડે 1977માં તેના પહેલા બાળકને જન્મ આપ્યો.
તેમની સૌથી મોટી પુત્રી સ્વેત્લાના, 45 વર્ષીય છે, અને ત્યારબાદ આર્ટીઓમ, 36 વર્ષીય છે. તેમના બે બાળકો જોડિયા છે, 12 વર્ષની ઉંમરના, અને તેમના નામ એલિઝાબેથ અને મેક્સિમિલિયન છે. આ ઉપરાંત, 10 વર્ષની પુત્રી એલેક્ઝાન્ડ્રા, 8 વર્ષની લિયોપોલ્ડ, 7 વર્ષની અન્ના, 4 વર્ષની મારિયા અને 2 વર્ષની કેથરીના છે. મહિલાએ કહ્યું કે તે નિયમિતપણે કસરત કરે છે. ક્યારેય દારૂ કે ધૂમ્રપાનનું સેવન કર્યું નથી.
આ પણ વાંચો:2.5 ફૂટના વરરાજા, 3.5 ફૂટની કન્યા, ફેસબૂક પર પ્રેમ અને જોડાયા લગ્નગ્રંથિએ
આ પણ વાંચો:ચાઈનાના સ્નિફર ડોગને ગેરવર્તન બદલ આર્મીએ આખા વર્ષનું બોનસ કાપ્યું
આ પણ વાંચો:વફાદાર પત્ની ન મળતા કુકર સાથે કર્યા લગ્ન, ‘કુકર તેની બધી વાત માને છે’