Rajasthan News/ રાજસ્થાનમાં હોટએર બલૂન શોમાં 80 ફૂટ ઉપરથી પડતાં યુવકનું મોત : પહેલા દોરડાં સાથે ખેંચાયો, પછી દોરડું છટક્યું ને કર્મચારી નીચે પછડાયો

પ્રાથમિક તપાસમાં બલૂન ઓપરેટર અને તેના કર્મચારીઓની ભૂલ સામે આવી રહી છે

India

Rajasthan News : રાજસ્થાનમાં બલૂન શો દરમિયાન એક યુવક 80 ફૂટ ફંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. આ બલીનમાં સ્કૂલના બાળકો બેસવાના હોવાની માહિતી બહાર આવી છે. આ બનાવની વિગત મુજબરાજસ્થાનના બારાનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોટએર બલૂન શો દરમિયાન બાંધેલા દોરડાથી કર્મચારી લટકીને હવામાં જતો રહ્યો. આ દરમિયાન બલૂન સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

બારાન જિલ્લાનો આજે સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસને લઇને ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે જિલ્લાની સ્કૂલનાં નાનાં બાળકોને હોટ એર બલૂનમાં બેસાડવાનાં હતાં. સવારે હોટ એર બલૂનનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય રાધેશ્યામ બેરવાએ કર્યું હતું. તેઓ તેમના થોડા સાથીઓ સાથે હોટ એર બલૂનમાં બેઠા પણ હતા.ત્યાર બાદ જ્યારે ફરી આ હોટ એર બલૂન થોડા લોકો સાથે ઊડવા માટે તૈયાર થયું. આ દરમિયાન હોટ એર બલૂન સંચાલકનો કર્મચારી વાસુદેવ ખત્રી(40)એક દોરડાને પકડીને હવામાં ઊડવા લાગ્યો. બલૂન ઝડપી હવામાં ગયું જેથી દોરડા ઉપર દબાણ વધ્યું અને દોરડું તૂટી ગયું. દોરડું તૂટવાની સાથે જ હવામાં લટકેલો કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો.

કર્મચારીને તાત્કાલિક શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસે કોટાના રહેવાસી વાસુદેવ ખત્રીના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યો. આ યુવક બલૂન ઓપરેટર માટે સહાયક અને ટેક્નિકલ સ્ટાફ તરીકે કામ કરતો હતો.

આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં બલૂન ઓપરેટર અને તેના કર્મચારીઓની ભૂલ સામે આવી રહી છે. આ ઘટના પછી બારાન સ્થાપના દિવસનો રંગારંગ કાર્યક્રમમાં પણ ભંગ પડ્યો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે આયોજિત થનારા કાર્યક્રમોમાં ફેન્સી ડ્રેસ સહિતના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશો જાહેર કર્યા છે. આ ઘટના અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મૃતકોના પરિવારના સભ્યોને પણ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીયોનું અમેરિકામાં નોકરી મેળવવાનું સ્વપ્ન ચકનાચૂર, H-1B વિઝા લોટરીમાં નામ ન આવ્યું, જાણો ભારતીય કામદારોએ હવે શું કરવું જોઈએ

આ પણ વાંચો:ગ્રીન કાર્ડ ધારકોને હેરાન કરી રહ્યું છે અમેરિકા, ભારતીયોએ લગાવ્યો આ આરોપ

આ પણ વાંચો:અમેરિકાથી 1 લાખથી વધુ ભારતીયોને ભારત પાછા મોકલી શકાશે, નવા વિઝા નિયમો બાદ ડર વધ્યો