National News : અમેરિકા(America)માં નોકરીઓ માટેના લોકપ્રિય H-1B વિઝા કાર્યક્રમ માટે નોંધણી બંધ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2026 માટે નોંધણીની છેલ્લી તારીખ 24 માર્ચ હતી. હવે લોટરી યુએસ (US) સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા હાથ ધરવામાં આવશે અને H-1B વિઝા માટે પસંદ કરાયેલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. H-1B વિઝાનું પરિણામ 31 માર્ચે જાહેર થશે. અરજદારોને USCIS દ્વારા સૂચના જારી કરીને જાણ કરવામાં આવશે.
લોટરી દ્વારા H-1B વિઝા (Visa) માટે પસંદ કરાયેલ કોઈપણ વ્યક્તિને ફોર્મ I-129 ફાઇલ કરવા માટે 90 દિવસનો સમય મળશે. જો તમને 31 માર્ચ સુધીમાં સૂચના ન મળે, તો તેનો અર્થ એ કે તમારી નોંધણી H-1B લોટરી માટે પસંદ કરવામાં આવી ન હતી. નોંધણી પછી USCIS લોટરી સિસ્ટમ દ્વારા અરજદારોની પસંદગી કરે છે. જો કોઈ વ્યક્તિની પસંદગી ન થાય, તો તેનો અર્થ એ કે તે ફોર્મ I-129 ફાઇલ કરી શકશે નહીં અને તેણે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
લોટરી સિસ્ટમનો ભાગ કોણ નથી ?
દર વર્ષે લગભગ 65,000 H-1B વિઝા (Visa)જારી કરવામાં આવે છે, જ્યારે બાકીના 20 હજાર એવા લોકો માટે અનામત રાખવામાં આવે છે જેમણે અમેરિકન કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. જોકે, કેટલીક નોકરીઓ એવી છે જે આ ક્વોટા હેઠળ આવતી નથી. યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંસ્થાઓમાં નોકરીઓ ક્વોટામાંથી બાકાત રાખવામાં આવી છે અને તે લોટરીનો ભાગ નથી. આવી નોકરીઓ માટે અરજદારો ગમે ત્યારે ફોર્મ I-129 ફાઇલ કરી શકે છે.
જો તમારું નામ લોટરીમાં ન આવે તો શું કરવું ?
જો તમે H-1B વિઝા (Visa) માટે અરજી કરી હોય, પણ તમારી પસંદગી ન થઈ હોય. આવી સ્થિતિમાં તમે O-1 વિઝા (Visa) માટે અરજી કરી શકો છો, જે અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોને આપવામાં આવે છે. તમારી પાસે આગામી નાણાકીય વર્ષમાં ફરીથી નોંધણી કરાવવાનો વિકલ્પ પણ છે. સામાન્ય રીતે નોંધણી ફી પણ પરતપાત્ર હોતી નથી. નાણાકીય વર્ષ 2027 માટે નોંધણી પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થશે. એવી અપેક્ષા છે કે આગામી H-1B નોંધણી માર્ચ 2026 માં શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો: USમાં સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રાતોરાત રદ થયા , સ્વ-દેશનિકાલ કરવા માટે કરાયો ઇમેઇલ્સ
આ પણ વાંચો: અમેરિકાએ ભારતમાં રદ કરી 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ , જાણો આ પાછળનું કારણ
આ પણ વાંચો: અમેરિકાના વિઝા મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ