Not Set/ આમિર ખાને સિનેમાઘરો બંધ હોવાને લઇ ચિંતા વ્યક્ત કરી, કહ્યું…

આમિર ખાને કહ્યું કે સિનેમા હોલ બંધ છે અને તે ખોલવાની વાત કરવી એટલી સરળ નથી. તેમણે કહ્યું કે થિયેટરો ત્યારે જ ખોલવામાં સમર્થ હશે જ્યારે સ્વાસ્થ્ય અને કોવિડ સંબંધિત સ્થિતિ સુધરે.

Entertainment
આમીર ખાન આમિર ખાને સિનેમાઘરો બંધ હોવાને લઇ ચિંતા વ્યક્ત કરી, કહ્યું...

સિનેમા હોલ બંધ: આમિર ખાને સિનેમા હોલ બંધ થવાની ચિંતા વ્યક્ત કરી છે. કોરોના રોગચાળાને કારણે, મહારાષ્ટ્ર અને દેશના ઘણા વિસ્તારોમાં થિયેટરો બંધ થવાને કારણે અને ફિલ્મ વ્યવસાયને અસર થઈ રહી છે, બોલીવુડ અને તેના તમામ લોકો ચિંતિત છે અને શક્ય તેટલી વહેલી તકે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આમિર ખાને પણ આજે થિયેટર બંધ થવા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં બેંકના ડિજિટલ પ્લેટફોર્મના પ્રમોશન સાથે સંકળાયેલી એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા બ્રાન્ડ એમ્બેસેડર આમિર ખાને કહ્યું કે સિનેમા હોલ બંધ છે અને તે ખોલવાની વાત કરવી એટલી સરળ નથી. તેમણે કહ્યું કે થિયેટરો ત્યારે જ ખોલવામાં સમર્થ હશે જ્યારે સ્વાસ્થ્ય અને કોવિડ સંબંધિત સ્થિતિ સુધરે.

આશા છે કે ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે

આમિર ખાને કહ્યું કે વધુને વધુ લોકોને રસી અપાયા બાદ પરિસ્થિતિ સુધરશે. આમિરે કહ્યું, ‘વર્તમાન પરિસ્થિતિમાં કેટલીક ફિલ્મો ચોક્કસપણે OTT પર રિલીઝ થઈ રહી છે, પરંતુ હું સિનેમા હોલ બંધ હોવાથી ચિંતામાં છું. મને આશા છે કે નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે.

ઉલ્લેખનીય છે કે આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ગયા વર્ષે નાતાલના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની સ્થિતિને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નથી અને હવે આ ડિસેમ્બરે રિલીઝ થવાની યોજના છે. જોકે, આમિર ખાનની સાથે કિયારા અડવાણીએ  પણ આ પ્રસંગે હાજર હતી. તેમણે પોતાની આગામી ફિલ્મ ‘શેર શાહ’ની વહેલી રજૂઆત અંગે ખૂબ જ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી / પતેતી અને જન્માષ્ટમીએ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ

RatanTata4President / રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ, રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી

WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે