Not Set/ આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન

ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુજરાત ભાજપના મુખ્યાલય ‘કમલમ્’નો ઘેરાવ કર્યો હતો, જે દરમિયાન ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ પણ થયું હતું

Top Stories Gujarat
Untitled 87 12 આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન

ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુજરાત ભાજપના મુખ્યાલય ‘કમલમ્’નો ઘેરાવ કર્યો હતો, જે દરમિયાન ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ પણ થયું હતું.આ મામલે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 70 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

 આ ઘટનામાં ફરિયાદી પક્ષના લોકો અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા  હતા. જેનો ઉલ્લેખ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો હતોઆમ આદમી પાર્ટીના કાર્યકરો હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.કમલમનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ તથા અન્ય કાર્યકરો સામેલ હતા.

આ  પણ  વાંચો:WHO / ઓમિક્રોન સામે વેક્સિન હજી પણ છે કારગર, WHOના આ ચીફ વૈજ્ઞાનિકે આપ્યું તારણ

આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ પર ‘સુપર સીએમ’ની જેમ વર્તવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવતાં કહ્યું કે તેમની મરજી વગર સરકારી કામ થતાં નથી.પાર્ટીએ આરોપ મૂક્યો કે ગુજરાતમાં બિનસચિવાલય તથા તલાટીની પરીક્ષાનાં પણ પેપર લીક થયાં હતાં અને તેમાં પણ ભાજપના કાર્યકરોની સંડોવણી હતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, . જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આપના એક નેતા સિવાય તમામ લોકોના જામીન નામંજૂર કર્યા હતા. કોર્ટે રજનીકાંત પરમાર નામના આરોપી યુવકને વચગાળાના જમીન આપ્યા હતા.

 જેમાં આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે.

આ પણ  વાંચો:ollywood / ફિલ્મ પ્રોડ્યુસર વિજય ગલાનીનું નિધન, ‘સૂર્યવંશી’, ‘વીર’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું