Video/ રેમ્પ પર જોવા મળ્યા AAP નેતા રાઘવ ચઢ્ઢા, લેક્મે ફેશન વીકનો વીડિયો થયો વાયરલ

દિલ્હીમાં લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ પર વોક કરતાં જોવા મળ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Entertainment
લેક્મે ફેશન વીક

રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી (AAP) ના લોકપ્રિય યુવા ચહેરો રાઘવ ચઢ્ઢા રવિવારે દિલ્હીમાં લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ પર વોક કરતાં જોવા મળ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાઘવ તેમના મામા અને ડિઝાઇનર પવન સચદેવનો શોસ્ટોપર હતા અને રાઘવ ચઢ્ઢાએ અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે રેમ્પ વોક કર્યું હતું. 33 વર્ષીય રાજનેતાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં રાઘવ બ્રાઉન બેલ્ટ સાથે ઓલ-બ્લેક આઉટફિટ પહેરેલા જોવા મળે છે. ફેશન શોમાં તેઓ હળવી સ્માઇલ સાથે રેમ્પ વોક કરતાં જોવા મળ્યા હતા.

રાઘવે શેર કર્યો વીડિયો

ઈન્સ્ટાગ્રામ યુઝર્સે રાઘવ ચઢ્ઢાના રેમ્પ વોકની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, ‘શું વાત છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “બહુમુખી આપ.” લેક્મે ફેશન વીક વિશે વાત કરવામાં આવે તો, મીરા રાજપૂત, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, સોહા આલિયા ખાન સહિત ઘણી હસ્તીઓએ અહીં રેમ્પ વોક કર્યું હતું. શનાયા કપૂરે આ વખતે લેક્મે ફેશન વીકમાં ડેબ્યુ કર્યું હતું અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા  માટે રેમ્પ વોક કર્યું હતું. આ સિવાય જ્હાન્વી કપૂરે મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં પણ ભાગ લીધો હતો. તે તેની બહેન શનાયાને ચીયર કરવા આવી હતી.

https://www.instagram.com/reel/CbnhajWBG9y/?utm_source=ig_web_copy_link

પંજાબના સહ-પ્રભારી રહ્યા હતા રાઘવ

આપને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા ફેબ્રુઆરી 2022માં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ યુનિટના સહ-પ્રભારી હતા. AAPએ પંજાબની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી  સાથે જીત મેળવી હતી. પંજાબ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં દિલ્હી સિવાય AAP સત્તામાં છે. પાર્ટીના શાનદાર પ્રદર્શન પછી, રાઘવ ચઢ્ઢાને બઢતી આપવામાં આવી અને રાજ્યસભામાં સ્થાન મેળવનાર સૌથી યુવા નેતા બન્યા. હાલમાં તેઓ દિલ્હી વિધાનસભાના સભ્ય પણ છે.

આ પણ વાંચો :ઓસ્કાર મંચ પર એન્કરે વિલ સ્મિથની પત્ની પર ટીપ્પણી કરતા સ્મિથે મુક્કો માર્યો,જુઓ વીડિયો

આ પણ વાંચો :ઓસ્કાર સમારોહમાં આ ફિલ્મ છવાઇ,જાણો તમામ કેટગરીના એવોર્ડ કોણે જીત્યા

આ પણ વાંચો :કાશ્મીર ફાઇલ્સ પર સલમાન ખાનની કેવી હતી પ્રતિક્રિયા ? અનુપમ ખેરે કર્યો ફોન અને……

આ પણ વાંચો :બચ્ચન પાંડે ફ્લોપ થતાં અક્ષય કુમારનું છલકાયું  દુઃખ, કહ્યું- કાશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને…