Apple iPhone/ હપ્તેથી iPhone ખરીદવાના સપના છોડી દેજો, કંપનીએ પે લેટર સર્વિસ કરી બંધ

iPhone એક મોંઘો સ્માર્ટફોન છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં મોટાભાગના iPhone હપ્તા પર ખરીદવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.

Top Stories Tech & Auto
Cricket Tutorials YouTube Thumbnail 21 હપ્તેથી iPhone ખરીદવાના સપના છોડી દેજો, કંપનીએ પે લેટર સર્વિસ કરી બંધ

iPhone એક મોંઘો સ્માર્ટફોન છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં મોટાભાગના iPhone હપ્તા પર ખરીદવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. અમેરિકા જેવા દેશમાં પણ લોકો હપ્તા પર આઇફોન ખરીદે છે. જો કે, હવે આ શક્ય નહીં બને કારણ કે એપલ દ્વારા પે લેટર સેવા બંધ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં હપ્તા પર iPhone ખરીદી શકાશે નહીં.

શું છે Apple Pay Later સેવા 
Appleએ તેની સત્તાવાર વેબસાઇટ પર Apple Pay Later સુવિધા બંધ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે આ સેવા કેવી રીતે કામ કરે છે, તો ચાલો તમને જણાવીએ કે આ સેવામાં, Apple તેના ઉત્પાદનોની ખરીદી માટે 1000 ડોલર (લગભગ 83,430 રૂપિયા) સુધીની લોન આપે છે. આ લોન ચાર હપ્તામાં ચૂકવી શકાય છે. આ લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે.

અમેરિકામાં એપલ પે લેટર સેવા શરૂ કરવામાં આવી હતી . ભારતમાં તેની અસર જોવા નહીં મળે, કારણ કે આ સેવા ભારતમાં હાજર નથી. ભારતીય યુઝર્સે ચિંતા કરવાની જરૂર નથી, તેઓ થર્ડ પાર્ટીની મદદથી પહેલાની જેમ હપ્તા પર iPhone ખરીદી શકશે.

ગત વર્ષે થઈ હતી લોન્ચ
Apple Pay Later સેવા  ગતવર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ એપલની ઇન-હાઉસ સર્વિસ હતી, જેમાં એપલે પોતે જ લોન આપી હતી.

એપલમાં નવી સુવિધા શરૂ  થશે
જો એપલનું માનીએ તો આવતા વર્ષે અથવા આ વર્ષના અંત સુધીમાં યુઝર્સ એપલ પેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધાનો આનંદ લઈ શકશે. તમે હપ્તામાં લોનની સુવિધા પણ મેળવી શકશો. Apple આગામી iOS 18 અપડેટ સાથે વિશ્વભરમાં Apple Pay લોન્ચ કરી શકે છે. આમાં Apple Pay અને અન્ય બેંકિંગ સેવાઓને એકીકૃત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દુનિયામાં ચાલતા બે યુદ્ધો વચ્ચે અમેરિકાની આ મોટી ઘોષણાથી ચીનની ઉડી ઉંઘ, આ દેશને આપશે હથિયાર

આ પણ વાંચો: ખેતરમાં ઘૂસી આવ્યા ઊંટ, જમીનદારો ભડક્યા… દુબઈથી કૃત્રિમ પગ મંગાવ્યો

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જો બિડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતા