ગુજરાત/ ACBની સફળ ટ્રેપ, ખાણ-ખનીજ વિભાગમાં લાંચ લેતા ભ્રષ્ટ અધિકારીને ઝડપ્યા

શહેરમાં ACBએ સફળ કામગીરી કરી. ખાણ-ખનીજ વિભાગનો અધિકારી લાંચ લેતા હોવાનું જાણવા મળતા ACBએ છટકું ગોઠવ્યું. ફરિયાદીની અરજીના આધારે લાંચિયા અધિકારીને પકડવા ACBએ છટકું ગોઠવી અધિકારીના કરતૂતનો પર્દાફાશ કર્યો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 11T151104.860 ACBની સફળ ટ્રેપ, ખાણ-ખનીજ વિભાગમાં લાંચ લેતા ભ્રષ્ટ અધિકારીને ઝડપ્યા

સુરત : શહેરમાં ACBએ સફળ કામગીરી કરી. ખાણ-ખનીજ વિભાગનો અધિકારી લાંચ લેતા હોવાનું જાણવા મળતા ACBએ છટકું ગોઠવ્યું. ફરિયાદીની અરજીના આધારે લાંચિયા અધિકારીને પકડવા ACBએ છટકું ગોઠવી અધિકારીના કરતૂતનો પર્દાફાશ કર્યો.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરમાં ખાણ-ખનીજ વિભાગમાં વર્ગ-1ના અધિકારીઓ લાંચ લેતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ACBએ શહેરમાં મહાદેવ કાર્ટીંગ વિસ્તારમાં યોગી ચોક પાસે આવેલ ગુજરાત એન્ટરપ્રાઈઝ સ્થાન પર છટકું ગોઠવ્યું અને અધિકારીઓ તેમના ટ્રેપમાં ફસાયા.

ફરિયાદીનું કહેવું હતું કે મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં બે અધિકારી દ્વારા તેમની પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદી પ્રમાણિક હોવાથી અધિકારીઓને લાંચ આપવા માંગતા નહોતા. આથી તેમણે ACBનો સંપર્ક કર્યો. ફરિયાદીની માહિતીના આધારે ACBએ છટકું ગોઠવી ખાણ-ખનીજના અધિકારી નરેશભાઈ જાની અને પીલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિને ઝડપી પાડ્યા. બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા લઈ રહ્યા હતા ત્યારે જ પોલીસે ફિલ્મી સ્ટાઈલની જેમ છાપો માર્યો. ACBએ જણાવ્યું કે સરકારી અધિકારીઓએ તેમનું કામ પૂર્ણ કરવા તેમની પાસેથી લાંચ માંગી રહ્યા છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે ચોક્કસપણે પગલા લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પૂર્વ અંતરિક્ષયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો: પાક.ને હતો ભારતનો ડર! આ કારણે પરમાણુ નીતિ બનાવી ન શક્યું…

આ પણ વાંચો: માત્ર 90 હજાર રૂપિયામાં ભારતીય પરિવારે સ્વિત્ઝર્લેન્ડની મુસાફરી કરી, જાણો કઈ રીતે