Junagadh News: જૂનાગઢના કેશોદમાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. કેશોદમાં મઘરવાડાના નેશનલ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો. આ અક્સમાતમાં 1 મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. નેશનલ હાઈવે પર અકસ્માત થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. દર્દીઓને લઈને જતી એમ્બ્યુલ્સ જ અકસ્માતનો શિકાર બની. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને ગંભીર ઇજા પંહોચી. ગ્રામજનોએ ઇજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદમાં નેશનલ હાઈવે પર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની. મઘરવાડાના નેશનલ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા કુલ પાંચ લોકો ગંભીર પણે ઘાયલ થયા. જામનગરથી વેરાવળ તરફ જઈ રહેલ ખાનગી એમ્બ્યુલન્સને ખાનગી ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. હાઈવે પર અકસ્માત સર્જાતા બનાવ સ્થળ પર આજુબાજુના ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ગ્રામજનોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા.
અકસ્માત સમયે હાજર થયેલા લોકોમાંથી એકનું કહેવું છે કે ખાનગી બસના ચાલકે બંને સાઈડ જોયા વગર જ બસ હાઇવે પર ચડાવી દીધી. અને આ કારણે એમ્બ્યુલન્સ અને બસની જોરદાર ટક્કર થઈ. ખાનગી બસના ચાલકે કબૂલતા કરી કે પોતે નશાની હાલતમાં હોવાથી બસ બેકાબૂ બની. ઘટના સમયે હાજર થયેલા ગ્રામજનોએ ટ્રાવેલ્સ બસ ચાલકને પકડી પોલીસને સોંપ્યો.
આ પણ વાંચો: દિલ્હીનાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
આ પણ વાંચો: રાજસ્થાનની 100થી વધુ હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી, મેલમાં લખવામાં આવ્યું – તમામને મારી નાખવામાં આવશે
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી