ધરપકડ/ રાજકોટના વિપ્ર પરિવારને આત્મહત્યા માટે ફરજ પાડવાના મામલે આરોપી દિલીપ કોરાટની ધરપકડ

રાજકોટમાં તાજેતરમાં જ નાનામોવા રોડ શાસ્ત્રી નગર અજમેરાની સામે શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા બ્રાહ્મણ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આત્મહત્યા માટે ફરજ પાડનાર આરોપી દિલીપ કોરાટની ધરપકડ કરવામાં આવી છે

Top Stories Gujarat
A 34 1 1 રાજકોટના વિપ્ર પરિવારને આત્મહત્યા માટે ફરજ પાડવાના મામલે આરોપી દિલીપ કોરાટની ધરપકડ

રાજકોટમાં તાજેતરમાં જ નાનામોવા રોડ શાસ્ત્રી નગર અજમેરાની સામે શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા બ્રાહ્મણ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આત્મહત્યા માટે ફરજ પાડનાર આરોપી દિલીપ કોરાટની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ પોલીસે આરોપીને અમદાવાદ હાઇવે પરથી ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક આરોપી વકીલ આર ડી વોરાની શોધખોળ પણ હજુ પણ ચાલી રહી છે. મૃતક કમલેશભાઈ લાબડીયાના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યા અને હત્યા માટે પ્રેરવા અંગે ગુનો દાખલ કર્યો હતો.જે અન્વયે ભાજપ અગ્રણી સાંસદ રામભાઈ મોકરીયા, નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તટસ્થ ન્યાયની માગણી સાથે પોલીસ કમિશનર સાથે રજૂઆત કરી હતી.

રાજકોટના નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમા 22 વર્ષના પુત્ર અંકિતે દમ તોડયો હતો, જ્યારે કમલેશભાઈ લાબડીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 21 વર્ષની દીકરી કૃપાલી હજુ પણ સારવાર હેઠળ છે.મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાની સુસાઈડનોટમાં વકીલ સહિત પાંચ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાની સુસાઈડનોટમાં વકીલ સહિત પાંચ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અન્વયે આજે સાંસદ રામભાઈ મોકરીયા, નીતિનભાઈ પાડવા તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તટસ્થ ન્યાયની માગણી સાથે પોલીસ કમિશનર સાથે રજૂઆત કરી હતી. તેમજ જયશ્રીબેન ની ફરિયાદ પરથી હત્યા અને હત્યા માટે પ્રેરવા અંગે ગુનો દાખલ કર્યો હતો.

નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.4પ)  બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા અને રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય જેથી તેમના પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ તેમના જેઠ કાનજીભાઇને ઘરે બોલાવી ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.

kalmukho str 6 રાજકોટના વિપ્ર પરિવારને આત્મહત્યા માટે ફરજ પાડવાના મામલે આરોપી દિલીપ કોરાટની ધરપકડ