Surat News : સુરતમાં નજીવી બાબતની તકરારમાં એસિડથી હુમલાની ઘટના બનતા ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ એક રત્ન કલાકારે પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં સિગારેટ માંગી હતી. જેનો પાન પાર્લરના માલિકે અન્કાર કરતા ઉશ્કેરાયેલા રત્ન કલાકારે તેની પર એસિડથી હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતમાં સત્યનારાયણ નગર પાસે આવેલા પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે કુશવાહ પાસે રાકેશ બારૈયા નામનો રત્નકલાકાર સિગારેટ લેવા પહોંચ્યો હતો. રાકેશ બારૈયાએ પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં સિગારેટ માંગ હતી. જેનો પાન માલિકે ઈનકાર કરી દીધો હતો. આ વાતથી રોષે ભરાયેલા રત્નકલાકારે પાન પાર્લરના માલિક પર એસિડથી હુમલો કરી દીધો હતો. હાલ, પાન પાર્લરના માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે હુમલો કરનારા રત્નકલાકારની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી સહિત અગાઉ પણ પ્રોહિબિશન સહિત પાંચ જેટલાં ગુના દાખલ થયેલા છે.
આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ
આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ
આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…