Ahmedbad-AMC/ અમદાવાદમાં રખડતા ઢોરને લઇ મનપાની કાર્યવાહી, 8 માસમાં 12 હજાર ઢોર પકડયા

અમદાવાદમાં રખડતા ઢોરને લઈને મનપાએ મોટી કાર્યવાહી કરી છે. રખડતા ઢોરથી લોકોને ગંભીર નુકસાન અને મોત થવા મામલાની ફરિયાદ ઉઠતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2024 05 20T121248.910 અમદાવાદમાં રખડતા ઢોરને લઇ મનપાની કાર્યવાહી, 8 માસમાં 12 હજાર ઢોર પકડયા

અમદાવાદમાં રખડતા ઢોરને લઈને મનપાએ મોટી કાર્યવાહી કરી છે. રખડતા ઢોરથી લોકોને ગંભીર નુકસાન અને મોત થવા મામલાની ફરિયાદ ઉઠતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું. હાઈકોર્ટની ફટકાર બાદ મનપાએ ઢોર નિયંત્રણ કાર્યવાહી તેજ કરી. કોર્ટની ફટકાર બાદ AMCએ મોટી કાર્યવાહી કરતા 8 માસમાં 12 હજાર ઢોર પકડયા અને શહેરની હદ બહાર મૂકયા.

AMCએ રખડતા ઢોર મામલે ચાંદખેડા,ઓઢવ અને ગોતામાં કેટલ પોન્ડ બનાવવાની યોજના બનાવી છે. તેમજ રખડતા ઢોરને પકડવાની કામગીરી અવરોધવા બદલ 226 પશુપાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ વધતા લોકોમાં અસરકારક કાર્યવાહીને લઈને માંગ ઉઠી હતી. જે સંદર્ભે સરકારે શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસી લાવવા અંગે AMCએ વિચારણા હાથ ધરી હતી. વર્ષ 2022માં મહાનગરોમાં રખડતા ઢોર અંગે કાર્યવાહી શરૂ કરતા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં પશુપાલન પર પ્રતિબંધ મૂકાયો.

નોંધનીય છે કે 2018-19થી રખડતા ઢોરનો મુદ્દો ચર્ચામાં છે. રખડતા ઢોરથી નાગરિકોના મોત થયા બાદ આ મામલે કડક કાનૂન લાવવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેના ઢોર નિયંત્રણ પોલીસી લાગુ કરવામાં આવી. ઓગસ્ટ-2023માં રાજ્ય સરકારે રખડતા ઢોર મામલે નવી ગાઈડ લાઈન જાહેર કરી હતી. જેમાં પશુપાલકોએ ઢોરનું નગરપાલિકામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવા જેવી બાબતોને સામેલ કરાઈ હતી. આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ તેમજ પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદ્યો હતો. રખડતા ઢોર મામલે ગાઈડલાઈન અને પોલીસી લાવવા જેવી બાબતો માટે 10 સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી. રખડતા ઢોર મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ મનપાએ કડક કાર્યવાહી કરતા 8 મહિનાની અંદર 12 હજાર ઢોર પકડીને શહેર બહાર મૂકયા અને સંબંધિત પશુપાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. સંભવત મનપાની આ કામગીરીથી નાગરિકોને પણ રાહત થઈ હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન

આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર અને આ સ્થાનો પર બેંકો પણ રહેશે બંધ, આ છે કારણ