ED/ મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી રકુલ પ્રીત ઇડી સમક્ષ હાજર થઇ

ED એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની 10 હસ્તીઓને LSD અને MDMA જેવી મોંઘી માદક દ્રવ્યો સપ્લાય કરતી સનસનીખેજ ગેંગના સંબંધમાં સમન્સ પાઠવ્યા હતા.

Entertainment
rakul મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી રકુલ પ્રીત ઇડી સમક્ષ હાજર થઇ

હૈદરાબાદમાં ડ્રગ સપ્લાયમાં પકડાયેલી ગેંગ નો પર્દાફાશ  કરવાના સંદર્ભે મની લોન્ડરિંગ કેસ મામલે આજે ઇડી સમક્ષ અભિનેત્રી રકુલ પ્રીત હાજર થઇ હતી,તેને હાજર રહેવા માટે ઇડીએ સમન્સ પાઠવ્યો હતો.રકુલ પ્રીત સિંહ આજે સવારે હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની બહાર જોવા મળી હતી. ડ્રગ્સ કેસમાં તપાસ એજન્સી દ્વારા રકુલ પ્રીત સિંહને બોલાવવામાં આવી હતી. રકુલને અગાઉ 6 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, રકુલે તેની પૂછપરછ મુલતવી રાખવાની વિનંતી કરી હતી, ત્યારબાદ ઇડીએ તેને 3 સપ્ટેમ્બરે હાજર થવા કહ્યું હતું.

 આ પહેલા ED એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની 10 હસ્તીઓને LSD અને MDMA જેવી મોંઘી માદક દ્રવ્યો સપ્લાય કરતી સનસનીખેજ ગેંગના સંબંધમાં સમન્સ પાઠવ્યા હતા. આ ગેંગનો તેલંગાણાના પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પર્દાફાશ કર્યો હતો.ED એ આ કેસમાં તેલુગુ ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કૌરની પૂછપરછ કરી છે.

જુલાઈ 2017 માં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલા કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા અને યુએસ નાગરિક, પોર્ટુગીઝ નાગરિક, દક્ષિણ આફ્રિકન નાગરિક સહિત 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા બીટેકની ડિગ્રી ધરાવતા સાત લોકોની અહીં ધરપકડ કરવામાં આવી હતી.

તેલંગાણા પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ટોલીવુડ સાથે સંકળાયેલા કથિત નાર્કોટિક્સ કેસની પણ તપાસ કરી હતી અને ત્યારબાદ તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા 11 લોકોની પૂછપરછ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકો સાથે ગ્રાહક અથવા સપ્લાયર તરીકે તેમનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવા માટે એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે SIT એ રકુલ પ્રીતની પણ પૂછપરછ કરી હતી. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી તપાસના સંદર્ભમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.