મુંબઈ/ અભિનેત્રી ઉર્વશીની કારને થયો અકસ્માત, માંડ માંડ બચ્યો જીવ

અભિનેત્રી ઉર્વશી ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ કરવા જઈ રહી હતી. દરમિયાન પાછળથી એક સ્કૂલ બસે તેની કારને ટક્કર મારી હતી. અભિનેત્રીએ માહિતી આપી છે કે ચિંતા કરવાની જરૂર નથી

Trending Entertainment
ઉર્વશી

અભિનેત્રી ઉર્વશી ધોળકિયાને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે શનિવારે અભિનેત્રી ઉર્વશીની કારનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, કારને સ્કૂલ બસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અભિનેત્રીનો આબાદ બચાવ થયો છે.

જણાવી દઈએ કે અભિનેત્રી ઉર્વશી ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ કરવા જઈ રહી હતી. દરમિયાન પાછળથી એક સ્કૂલ બસે તેની કારને ટક્કર મારી હતી. અભિનેત્રીએ માહિતી આપી છે કે ચિંતા કરવાની જરૂર નથી. હું ઠીક છું! જો કે આ મામલામાં અભિનેત્રીએ બસ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવ્યો નથી. અભિનેત્રીએ કહ્યું કે આ એક અકસ્માત હતો.

અભિનેત્રી ઉર્વશી ધોળકિયા કોમોલિકા નામથી ખૂબ જ ફેમસ છે. તેણીએ મોટાભાગે ટીવીમાં વિલનની ભૂમિકા ભજવી છે, તેણીએ કસૌટી જિંદગી કીમાં કોમોલિકાની ભૂમિકા ભજવી હતી. આપણે તેને નાગિન-6માં પણ જોઈ છે. આ સાથે તે બિગ બોસમાં પણ જોવા મળી હતી.

સુપરસ્ટાર સલમાન ખાનના પ્રખ્યાત શો બિગ બોસ સીઝન 6 ની વિજેતા ઉર્વશી ધોળકિયાએ અન્ય ટીવી સિરિયલોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે.   ઉર્વશીએ કસૌટી જિંદગી કી, નાગિન 6 અને ચંદ્રકાંતા’ જેવી ઘણી સીરિયલ્સ સામેલ કરી છે. જોકે, ઉર્વશી ધોળકિયાને કસૌટી ઝિંદગીમાં કોમોલિકાના રોલથી સૌથી વધુ લાઇમલાઇટ મળી હતી.

ઉર્વશી માત્ર તેના પ્રોફેશનલ ફ્રન્ટથી જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહી હતી. કહેવાય છે કે ઉર્વશીના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા. જ્યારે ઉર્વશી 17 વર્ષની હતી ત્યારે તેણે બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. બંનેના નામ સાગર અને ક્ષિતિજ હતા. લગ્નના બે વર્ષ બાદ જ ઉર્વશી તેના પતિથી અલગ થઈ ગઈ હતી. છૂટાછેડા થઈ ગયા. આ પછી ઉર્વશીએ ક્યારેય લગ્ન કર્યા નથી. બીજા લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નથી.

ઉર્વશીનું નામ એક્ટર અનુજ સચદેવા સાથે જોડાયું હતું. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉર્વશી પણ અનુજ સાથે ‘નચ બલિયે’માં જોવા મળી હતી.  ઉર્વશીનું નામ એક ઉદ્યોગપતિ સાથે પણ જોડાયું, પરંતુ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ આને અફવા ગણાવી હતી.

આ પણ વાંચો:અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું ‘જાસૂસી’ બલૂન, 3 એરપોર્ટ રાખ્યા હતા બંધ, ચીને કર્યો જોરદાર વિરોધ

આ પણ વાંચો: અમૂલ બાદ હવે પરાગે પણ વધાર્યા ભાવ, જાણો હવે કેટલામાં મળશે 1 લીટર દૂધ

આ પણ વાંચો:05 ફેબ્રુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…