Not Set/ બનાસકાંઠા: ખનીજ ચોરી મામલે તંત્ર સક્રિય,ત્રણ કરોડ જેટલો દંડ વસુલાયો

બનાસકાંઠા, બનાસકાંઠામાં ખનીજ ચોરી મામલે તંત્ર સક્રિય થયુ છે. તંત્ર દ્વારા ત્રણ કરોડ જેટલો દંડ વસુલાયો છે. ખનીજ ચોરી મામલે તંત્રની કામગીરીને લઇને ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી  રહ્યા છે. સંવેદનશીલ ગણાતા કાંકરેજ ડીસા દાંતીવાડા પાલનપુર જેવા અનેક સ્થળોએથી ખનિજચોરોને ઝડપી સરાહનીય કામગીરી કરી છે. ખનીજ ચોરી થતી ધ્યાનમા આવતા તરતજ ઉપરોક્ત સ્થળે છાપો […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ખનીજ ચોરી મામલે તંત્ર સક્રિય થયુ છે. તંત્ર દ્વારા ત્રણ કરોડ જેટલો દંડ વસુલાયો છે. ખનીજ ચોરી મામલે તંત્રની કામગીરીને લઇને ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી  રહ્યા છે.

સંવેદનશીલ ગણાતા કાંકરેજ ડીસા દાંતીવાડા પાલનપુર જેવા અનેક સ્થળોએથી ખનિજચોરોને ઝડપી સરાહનીય કામગીરી કરી છે. ખનીજ ચોરી થતી ધ્યાનમા આવતા તરતજ ઉપરોક્ત સ્થળે છાપો મરાવા માટે તેમની ટીમને ખાનગી રીતે નજીકના વિસ્તારમા ગોઠવી દીધી હતી.

ઙ્રોન કેમેરામા ખનીજ ખોદકામ થતુ ધ્યાને આવતા ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્રારા બનાસનદીમાથી ટ્રકો અનેક ટેક્ટરને ઝઙપી લીધા હતા. સીઝ કરેલા મશીનો અંગે કાયદેસરની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

સરકારી તિજોરીમાં અંદાજિત ત્રણ કરોડ જેથી દંડની રકમ ભરપાઈ 

બનાસકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી રોકવા માટે છેલ્લા 5-6 માસથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા જીલ્લાના ખનિજ ચોરી માટે સંવેદનશીલ ગણાતા કાંકરેજ ડીસા દાંતીવાડા પાલનપુર જેવા અનેક વિવિધ સ્થળોએથી આકસ્મિક તમામ કરીને ખનિજચોરોને ઝડપી લીધા છે અને સરકારી તિજોરીમાં અંદાજિત ત્રણ કરોડ જેથી દંડની રકમભરપાઈ કરાવેલ છે.

તેમ છતાં કેટલીક વાર ભૂસ્તર શાસ્ત્રીની ટીમ અને તેમના લોકેશન ધ્યાનમાં રાખીને ચાલક ખનીજ ચોરો સરકારને આર્થિક નુકશાન પહોચાડે તે હેતુથી મુખ્યમંત્રીઅે તાજેતરમાં જેને ત્રી-નેત્ર કહ્યુ છે તેવા ડ્રોન કેમેરાનો ખાનગી રીતે કાંકરેજ તાલુકાના ઉંમરી-કંબોઈ ગામે બનાસનદી પદમા રેતી ખોદકામ કરતાં તત્વો ઉપર કરતા ખનીજ ચોરોમા ફફડાટ ફેલાઈ હતો.

ખાનગી રીતે ઙ્રોન કેમેરા સહીત સ્પેસ્લ વીહીકલ

ભુસ્તરશાસત્રીની ટીમ દ્રારા ગાંધીનગરથી ખાનગી રીતે ઙ્રોન કેમેરા સહીત સ્પેસ્લ વીહીકલ તા.12-12-2018 ના રોજ કરવામા આવ્યુ મા આવ્યુ અને ખનીજ ચોરી થતી ધ્યાનમા આવેતો તરતજ ઉપરોક્ત સ્થળે સાપો મારાવા માટે તેમની ટીમ પણ ખાનગી રીતે નજીકના વિસ્તારમા ગોઠવી દીધી હતી.

ઙ્રોન કેમેરામા ખનીજ ખોદકામ થતુ ધ્યાને આવતા ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્રારા બનાસનદીમાથી અેક ટ્રક અને અેક ટેક્ટર ઝઙપી લેવામા આવ્યુ હતુ. જે સીજ કરી શિહોરી પોલીસ સ્ટેસન ખાતે મુકવામા આવ્યુ હતુ. તદ ઉપરાત નદીના પટમા ખોદકામ કરી રહેલ ત્રણ હીટાઇચી મશીન પણ લીજ વિસ્તારમા છે કે બહાર તેથી ખરાય કરવા માટે સ્થળ પર સીજ કરવામા આવેલા હતા.

ભુસ્તશાસ્ત્રી દ્રારા કઙક કાયઁવાહી કરીને બે લાખ પચાસ હજાર ઙંઙકીય રકમ વસુલાત કરી લેવામા આવી છે. જ્યારે લીજ ધારાક દ્રારા કરવામા આવેલ ખોદકામની માપણી કરીને કચેરીના રેકોઙે સાથે ભરપાઇ કરેલ રોયલ્ટી ચકાસી દંડ માટે નોટીસ આપવાની કાયઁવાહી શરૂકરવામા આવી છે.

ભુસ્તરશાસ્ત્રી દ્રારા આધુનિક ટેકનોલોજીનો ખનીજ ચોરી અટકાવવા માટે ઉપયોગ કરવાના લીધે ખનીજ ચોરોમા નાસ ભાગ મચી ગઇ હતી. ભુસ્તરશાસ્ત્રી શુભાષ જોષી દ્રારા છેલ્લા ઘણા સમાયથી કરવામા આવી રહેલ સરાનીય કામગીરીની ચારેબાજુથી પ્રશંશા મળી રહી છે.