Gandhinagar News/ પત્ની અને પુત્રની કરપીણ હત્યા બાદ પતિ આઠ કલાક બંને લાશ પાસે બેસી રહ્યો, ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો

પોલીસે પતિ અને મૃત પત્નીના મોબાઇલ ફોન પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યાનો ચકચારભર્યો બનાવ બન્યો છે. જેમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ બન્નેની વાશ પાસે આઠેક કલાક બેસી રહ્યો હતો.ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં આર્થિક સંકડામણને લીધે સુસાઇડમાં દાવો કરીને સવારના સમયે પત્ની અને પુત્રની હત્યા કરી નાંખી હતી. આ દરમિયાન તેણે જાતે ચાર-ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ ઈન્ફોસિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

પત્નીના આડાસંબંધો હોવાની શંકામાં હત્યાકાંડને અંજામ અપાયો હોવાની દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હત્યાકાંડને અંજામ આપ્યા પછી તે કલાકો સુધી હત્યારો પતિ પત્ની-પુત્રની લાશ જોડે રહ્યો હતો. આ દરમિયાન તેણે ચાર-ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પ્રથમ વખત હરેશે શરીર પર કેરોસિન છાંટ્યું હતું, પરંતુ તે દીવાસળી સળગાવવાની હિંમત કરી શક્યો નહિ. બાદમાં તેણે પંખે દુપટ્ટો બાંધીને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં પણ તે ડરી ગયો હતો. ત્યાર બાદ તેણે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એમ કરવા જતાં થરથરી ગયો હતો, આથી નસની બાજુમાં થોડાઘણા કાપા માર્યા હતા.

આખરે તેણે ઘરમાં પડેલી ઝેરી દવા પણ ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના આ ચોથા પ્રયાસમાં પણ તે બચી ગયો હતો. બીજી તરફ હાથની નસ કાપી હોવાથી અને ઝેરી દવાની અસરને લીધે તેની તબિયત પણ લથડી પડી હતી અને તે બેભાન જેવો થઈને રૂમમાં પડી રહ્યો હતો, જોકે હત્યાકાંડના રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસ આજે હત્યારા હરેશનું નિવેદન નોંધવા માટેની તજવીજ હાથ ધરશે. એ પછી સમગ્ર હકીકત બહાર આવશે.આજથી નવ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરના અને હાલમાં સરગાસણ શ્રીરંગ નેનો સિટી-1 મકાન નંબર – આઇ/303માં રહેતા હરેશ કનુભાઈ વાઘેલા સાથે આશાના લગ્ન થયા હતા. આ લગ્નજીવનથી દંપતીને ચાર વર્ષનો દીકરો ધ્રુવ હતો, જ્યારે હરેશ સેકટર-11 સુમન ટાવરમાં આવેલા એમ્પાયર હેર સલુનમાં નોકરી કરતો હતો

તેમજ આશાબેન અલગ અલગ જગ્યાએ રસોઇકામ કરતાં હતાં. ગુરુવારે તેણે પત્ની આશાબેન તથા ચાર વર્ષના પુત્ર ધ્રુવની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હરેશે પત્ની આશાનું ગળુ દબાવી અને પુત્ર ધૃવનું તિજોરી સાથે માથું અથડાવીને કરપીણ હત્યા કરી હતી. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેને સુરેન્દ્રનગરમાં મકાન લેવાનું હતું અને શેરબજારમાં દેવું થઈ જતાં આ કૃત્ય આચર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે, જોકે પ્રારંભથી પોલીસને સુસાઇડના શબ્દો શંકાસ્પદ લાગી રહ્યા છે, કેમ કે પોલીસની પ્રાથમિક તપાસમાં હરેશ શેરબજારની અજ્ઞાનતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે.

એ મામલે પોલીસે તે જ્યાં નોકરી કરતો ત્યાંના કર્મચારીઓનાં નિવેદન પણ લીધાં છે.પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ હાથ ધરી રહી છે, જેમાં પત્નીના આડાસંબંધો હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે પહેલા જ પત્નીને મારી નાખી હતી. બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના મોત બાદ પુત્રનું શુ થશે? એવા ડરથી તેણે માસૂમ પુત્ર ધ્રુવને પણ મારી નાખ્યો હતો.

પોલીસે પતિ અને મૃત પત્નીના મોબાઇલ ફોન પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. ઉપરાંત બંનેના મોબાઈલના CDR પણ મગાવવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં બંનેએ કોની સાથે વાત કરી, ખાસ કરીને હરેશે હત્યાકાંડને અંજામ આપ્યા પછી કોઈને ફોન કર્યા કે નહીં એ જાણવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સાચવશે, બાદમાં જશે નવસારી

આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ

આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા