oath ceremony/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લીધા બાદ કહ્યું ‘ભારતમાં ગરીબો પણ સપના જોઈ શકે છે,મારૂં રાષ્ટ્રપતિ બનવું એ ઉત્તમ દષ્ટાંત’

નવા ચૂંટાયેલા  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પદનું શપથ ગ્રહણ કર્યા છે.  મુખ્ય ન્યાયધીશ એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા છે

Top Stories India

નવા ચૂંટાયેલા  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પદનું શપથ ગ્રહણ કર્યા છે.  મુખ્ય ન્યાયધીશ એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા છે. દ્રૌપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય તે સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ પણ બન્યા છે પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજા મહિલા બન્યા છે.દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લીધા બાદ કહ્યું, ‘લોકશાહીની શક્તિએ તેમને આટલે સુધી પહોંચાડ્યા છે. મારા માટે મહિલાઓના હિત સર્વોપરી છે. ભારતે કોરોના સમયગાળા દરમિયાન ઘણા દેશોને મદદ કરી છે. આપણે ન્યુ ઈન્ડિયા માટે કર્તવ્યના માર્ગ પર આગળ વધવાનું છે. વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ છે.

દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લીધા બાદ સોમવારે સંસદમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, પરંતુ ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારું નામાંકન એ વાતનો પુરાવો છે કે દેશનો ગરીબ વ્યક્તિ માત્ર સપના જ નથી જોતો, પરંતુ તેને પૂરો પણ કરે છે.

દ્રૌપદી મુર્મુએ પદના શપથ લીધા બાદ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘લોકશાહીની શક્તિએ મને આ સુધી પહોંચાડ્યો છે. મારા માટે દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દરેકના પ્રયાસોથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ  તરીકે ચૂંટવા બદલ આપ સૌનો આભાર. કારગિલ વિજય દિવસની પણ અગાઉથી શુભકામનાઓ.