પવિત્ર યાત્રા ધામ વૈષ્ણોદેવીમાં દર્શન કરવા અંગે આપેલા નિર્ણય બાદ NGT એ બાબા અમરનાથની યાત્રા અંગે મહત્વનો આદેશ આપ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથની યાત્રા દરમિયાન યાત્રીઓની સુવિધા અને પ્રદુષણ અંગે શ્રાઈન બોર્ડને લાલ આંખ બતાવી છે. NGT એ ગુફાની પાસેના વિસ્તારમાં નાળિયેર ફેકવા અંગે પણ સવાલો પૂછ્યા છે.
આ અંગે NGT એ શ્રાઈન બોર્ડને ફટકાર લગાવતા જણાવ્યું, ૨૦૧૨ માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન શા માટે કરવામાં આવતું નથી. NGT એ અમરનાથ ગુફાની આસપાસના વિસ્તારને સાઈલેંટ ઝોન જાહેર કરવા માટે આદેશ કર્યો છે.
