Not Set/ મધ્ય પ્રદેશના શહડોલમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં છવાયો ભય

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી

Top Stories India

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય સિસ્મોલોજી સેન્ટરના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના શહડોલમાં બપોરે 12.53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર  બિલાસપુર છત્તીસગઢની 139 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં શહડોલની નજીક ધરતીની અંદર 10 કિલોમીટરના અંતરે હતું. અનુપપુર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં લોકોને આંચકો લાગ્યો હતો. તે જ સમયે, શહડોલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયાના અહેવાલ છે. જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું – આમ ખાના ઠીક થા, આમ જન કો તો છોડ દેતે!

આ અગાઉ 6 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 કલાકમાં અહીં ભૂકંપના આંચકા બીજી વખત અહીં અનુભવાયા હતા. ભૂકંપ સવારે 7.00 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સિલિગુરીથી 64 કિમી પૂર્વમાં અને 10 કિ.મી.ની ઊંડાઈએ હતું.

આ પણ વાંચો :કેજરીવાલે કહ્યું – જો હોસ્પિટલમાં બેડ ભરાયા, તો થશે લોકડાઉન

આ પણ વાંચો :હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પવન સાથે વરસાદની આગાહી