Not Set/ શરૂઆતી ધબડકા બાદ ભારત 252 પર ઓલઆઉટ,રાયડુએ 90 રન ફટકાર્યા

વેલિગ્ટન, વેલીંગ્ટનમાં રમઇ રહેલ ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી વનડેમાં ભારતે ટોસ જીતી પહેલી બેટીંગ કરતાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શરૂઆતના ધબડકા બાદ ભારતે સારી બેટિંગનું પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બેટિંગ લીધી હતી. જોકે, રોહિત શર્મા(2), શિખર ધવન(6), શુભમન ગીલ(7) અને એમએસ ધોની(1) […]

Top Stories Trending Sports

વેલિગ્ટન,

વેલીંગ્ટનમાં રમઇ રહેલ ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી વનડેમાં ભારતે ટોસ જીતી પહેલી બેટીંગ કરતાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શરૂઆતના ધબડકા બાદ ભારતે સારી બેટિંગનું પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બેટિંગ લીધી હતી. જોકે, રોહિત શર્મા(2), શિખર ધવન(6), શુભમન ગીલ(7) અને એમએસ ધોની(1) ટીમનો સ્કોર માત્ર 18 રન હતો ત્યારે પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

જો કે બાદમાં રમવા આવેલા અંબાતી રાયડૂ અને વિજય શંકરે બાજી સંભાળી હતી. વિજય શંકરે 45 અને રાયડૂએ 113 બોલમાં 90 રન કર્યા હતા. જાદવે 34 રન કર્યા હતા. છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ પણ જોરદાર ફટકાબાજી કરી હતી અને 27 બોલમાં 5 છગ્ગા સાથે 45 રન કર્યા હતા.

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર હેનરીએ 4 વિકેટ લીધી હતી જ્યારે બોલ્ટે 3 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ પહેલાં વિદેશી ધરતી પર પોતાની છેલ્લી મેચને જીતવા માંગે છે. જ્યારે મેજબાન ટીમના કેપ્ટન કેન વિલિયમસન આ મેચમાં બાજી મારતા સીરીઝમાં હાર-જીતનું અંતર 3-2 સુધી સીમિત કરવા માંગશે. એક રીતે કહીએ તો મુકાબલો બંને ટીમો માટે સન્માનની લડાઈ બની ગઈ છે.