નિધન/ સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે નિધન, ગુજરાતી સાહિત્ય જગતને પડશે મોટી ખોટ

સવાયા ગુજરાતી એવા અને ગુજરાતી સાહિત્યકાર માટે મોટું યોગદાન આપનારા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. ફાધર વાલેસ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને તેઓ સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા હતા.

Top Stories Gujarat Others

સવાયા ગુજરાતી એવા અને ગુજરાતી સાહિત્યકાર માટે મોટું યોગદાન આપનારા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. ફાધર વાલેસ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને તેઓ સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા હતા.

ફાધર વાલેસના નિધનથી ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ પડી છે. જેઓ ધર્મે ખ્રિસ્તી હતાં પણ વાણીવિચારમાં તેઓ સાચા વૈષ્ણવજન હતાં. ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. તેઓ 1960થી 1982 દરમ્યાન સેન્ટ્ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે રહ્યાં હતાં. જો કે નિવૃત્તિ બાદ તેઓ સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતાં.

આ પણ વાંચો : સાઉથના આ દિગ્ગજ એક્ટરને થયો કોરોના, ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાનને જોઈએ તો, જીવનઘડતરના ધ્યેયથી લઇને સદાચાર, તરૂણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિતના અનેક નિબંધસંગ્રહો પણ તેમને લખ્યા છે. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને તેઓએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. આ યોગદાન બદલ તેમને ગુજરાતી સાહિત્યમાં તેમને 1966માં કુમારચંદ્રક મળ્યો હતો. આ સાથે સાથે તેમને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

આ પણ વાંચો : 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ